આમચી મુંબઈ

દેરાસર ડિમોલીશન કરનારા સામે ગુનો નોંધો

વિલે પાર્લે કેસમાં લઘુમતી પંચનો આદેશ : સાથે ઍન્ટિ-કરપ્શન બ્યૂરો દ્વારા તપાસનીય નિર્દેશ

મુંબઈ: લઘુમતી પંચ સમક્ષ ગુરુવારે ફરી એક વખત વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાના વિરુદ્ધમાં સુનાવણી થઈ હતી. એ દરમ્યાન દેરાસરને તોડી પાડનારા વિરુદ્ધ પોલીસને ગુનો નોંધવાનો અને સંબંધિત અધિકારી સામે ઍન્ટિ -કરપ્શન બ્યૂરો (એસીબી)ની તપાસ કરવાનો નિર્દેશ લઘુમતી પંચે આપ્યો હતો.

દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ગુરુવારે ફરી એક વખત લઘુમતી પંચ સમક્ષ ફરી સુનાવણી થઈ હતી, જેમાં તેમણે દેરાસરના તમામ દસ્તાવેજોની માહિતી લીધી હતી. તમામ વિગતો જાણ્યા બાદ તેમણે પોલીસને સંબંધિત અધિકારી અને બાંધકામ તોડી પાડવાના કૃત્યના વિરોધમાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. એ સાથએ જ તેમણે એસીબીની તપાસનો આદેશ પણ આપ્યો હતો.

વિલે પાર્લેના જૈન દેરાસરને ગયા બુધવારે ૧૬ એપ્રિલના પાલિકાના કે-પૂર્વ વોર્ડ દ્વારા ગેરકાયદે હોવાનું કહીને તોડી પાડવામાં આવ્યું હતું, તેની સામે દેશભરમાં સમગ્ર જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો…વિલે પાર્લે દેરાસર: ડિમોલિશન કરનારની બદલી કેમ? ઈજનેરોનો વિરોધ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button