ભારતની જવાબી કાર્યવાહીનો પાકિસ્તાનમાં ફફડાટ, એલઓસી પર સૈનિકો વધાર્યા, જવાનોને બંકરમાં રહેવા આદેશ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર ભારતમાં આક્રોશ છે. તેમજ માંગ થઈ રહી છે કે સરકારે આતંકવાદ માટે જવાબદાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ હુમલો કરનારા આતંકવાદીઓ અને કાવતરાખોરોને બક્ષવામાં નહિ આવે. પીએમ મોદીના આવા નિવેદન બાદ પાકિસ્તાન સરકાર યુદ્ધનો ડર સતાવી રહ્યો છે. ત્યારે પાકિસ્તાને સેનાને હાઈ એલર્ટ પર મૂકી છે.
આપણ વાંચો: સંજય રાઉતે પહલગામ આતંકવાદી હુમલા માટે ભાજપની ‘નફરતની રાજનીતિ’ને જવાબદાર ગણાવી
પાકિસ્તાને એલઓસી પર સૈનિકોની સંખ્યા વધારી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે માહિતી સામે આવી છે કે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC)પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. પાકિસ્તાને પોતાના સંરક્ષણને મજબૂત બનાવ્યું છે.
પાકિસ્તાનને ડર છે કે ભારત ગમે ત્યારે તેની સામે મોટી કાર્યવાહી કરી શકે છે. ત્યારે તે બચાવની તૈયારીમાં વ્યસ્ત છે. પાકિસ્તાને તેના સૈનિકોને બંકરની અંદર રહીને નજર રાખવાનો આદેશ આપ્યો છે.
આપણ વાંચો: સંભવિત આતંકવાદી હુમલા અંગે માનસિક રીતે તૈયાર રહેવા આ દેશના ગૃહ મંત્રીએ આપી ચેતવણી
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સરહદ પર હુમલાનો ભય
પાકિસ્તાન માત્ર નિયંત્રણ રેખા પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ખતરો અનુભવી રહ્યું છે. રાવલપિંડીમાં મુખ્ય મથક ધરાવતી પાકિસ્તાની સેનાની 10મી કોરને પણ પાકિસ્તાની સેના પ્રમુખ દ્વારા સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદની સામે આવેલા સેનાના સિયાલકોટ ડિવિઝનને પણ સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. તેનું મુખ્ય મથક ગુજરાંવાલામાં છે.
આપણ વાંચો: વધી રહેલા આતંકવાદી હુમલા વચ્ચે આર્મીએ ઉઠાવ્યું આ પગલું….
પાણી રોકવાને યુદ્ધ સમાન ગણવામાં આવશે
ભારતના કડક પગલાં અને સિંધુ નદી જળ સંધિને સ્થગિત કર્યા પછી પાકિસ્તાન સરકારે ગુરુવારે એક બેઠક યોજી હતી. જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે પાણી 24 કરોડ લોકોની જીવનરેખા છે. આને યુદ્ધની જેમ ગણવામાં આવશે. પાણી રોકવાનો નિર્ણય ભારતનો એકપક્ષીય છે. પાકિસ્તાન આ નિણર્યને સ્વીકારતો નથી.