આમચી મુંબઈ

વેસ્ટર્ન રેલવેને કચરો બાળવા માટે ૧,૦૦૦ રૂપિયાનો દંડ

મુંબઈ: ચર્ચગેટ સ્ટેશન બહાર જૂના કાગળના રેકોર્ડનો ઢગલો ખુલ્લામાં બાળવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ રેલવે પ્રોટેકશન ફોર્સને ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જાહેરમાં કચરા સહિતની વસ્તુ બાળવાથી વાયુ પ્રદૂષણમાં વધારો થાય છે. પાલિકા દ્વારા ખુલ્લામાં કચરો બાળવા બદલ ૧૦૦ રૂપિયાથી દંડ વધારીને ૧,૦૦૦ રૂપિયા કરી નાખવામાં આવ્યા બાદ સરકારી એજન્સીને દંડ ફટકારવાનો આ ત્રીજો બનાવ છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારે સાંજે ચર્ચગેટ રેલવે સ્ટેશન બિલ્ડિંગમાં જૂના દસ્તાવેજો સળગતા જોવા મળ્યા હતા, તેને કારણે દૂરથી ધુમાડો નીકળતો દેખાયો હતો. ચર્ચગેટ સ્ટેશન બિલ્િંડગની પશ્ર્ચિમ બાજુએ બે લોખંડના નાની ટ્રકલોડમાં દસ્તાવેજો ભરેલા હતા, તેમાં આગ લગાવવામાં આવી હોવાની ફરિયાદ આવ્યા બાદ પાલિકાની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને આગ બુઝાવીને નિયમ મુજબ તેની પાસેથી ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ દરમ્યાન રેલવે દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને કે માટે સાવચેતીનાં પગલાં અમલમાં મૂકવામાં આવશે એવું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં પાલિકાએ ગોરેગામ રેલવે સ્ટેસન નજીક બેસ્ડ બસ ડેપોના સ્ટાફને ખુલ્લામાં કચરો બાળવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. એ અગાઉ ગોરેગામમાં મ્હાડાના પ્રોજેક્ટ સાઈટ પર કચરો બાળવા માટે ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ખુલ્લામાં કચરો બાળવાથી વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ પાર્યવરણને અને આરોગ્યને નુકસાન થાય છે. તેથી પાલિકાએ પહેલી એપ્રિલથી દંડમાં દસગણો વધારો કર્યો હતો. પાલિકાએ વોર્ડ સ્તરે એક સ્કવોડ પણ બનાવવાની છે, જે ખુલ્લામાં કચરો બાળવાના પ્રકરણમાં પર નજર રાખશે.

આ પણ વાંચો…પાલિકાના પોકળ દાવાં: મુંબઈમાં વરસાદી પાણી ભરાવાનાં ૮૬ સ્થળ વધ્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button