ઓછાબોલા કમલ હાસને ડબલ મિનિંગ જોક કરતા નેટીઝન્સ ભડક્યા, જાણો કેવા છે રિએક્શન્સ

મુંબઈ: મણિરત્નમ દ્વારા દિગ્દર્શિત તમિલ ફિલ્મ ‘ઠગ લાઈફ’ 5મી જુનના રોજ રિલીઝ (Thug Life film) થવાની છે. આ ફિલ્માં દિગ્ગજ એક્ટર કમલ હાસન (Kamal Haasan) મુખ્ય ભૂમિકામાં હોવા મળશે. આ ફિલ્મમાં ત્રિશા કૃષ્ણન (Trisha Krishnan), સિલમ્બરસન ટીઆર અને સાન્યા મલ્હોત્રા જેવા એક્ટર્સ પણ જોવા મળશે. હાલ આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. એવામાં કમલ હાસન ત્રિશા કૃષ્ણન પર એક મજાક કરીને વિવાદમાં ફસાયા છે, આ બાબતે સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે.
ઠગ લાઈફ ફિલ્મના એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કમલ હાસને કથિત રીતે ત્રિશા કૃષ્ણન અંગે અશ્લીલ કમેન્ટ કરી હતી. સોશિયલ મડીયા પર યુઝર્સ કમલ હાસની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ તેમનો બચાવ કરી રહ્યા છે.
શું છે મામલો?
ઠગ લાઈફ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન એક પત્રકારે ત્રિશાને તેની મનપસંદ ફૂડ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં ત્રિશાએ કહ્યું, “આમતો મને બધું જ ખાવાનું ગમે છે, પણ મને બાફેલું કેળું ખાવાનું ગમે છે. તેનું નામ શું છે….?”
ત્રિશા પઝમ પોરી નામની વાનગીનો ઉલ્લેખ કરી રહી હતી, જે દક્ષિણ ભારતની એક પ્રખ્યાત વાનગી છે. કમલ હાસને ત્રિશાને વાનગી ‘પઝમ પોરી’નું નામ યાદ અપાવ્યું, આ સાથે કમલ હસને એક ટીપ્પણી કરી જેનો બેવડો અર્થ થાય છે. આ ટીપ્પણીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા:
કમલ હાસને કરેલી ટીપ્પણી પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે. કેટલાક લોકોએ કમલ હાસનની ટીપ્પણીને વખોડી કાઢી છે, અને તેની ટીકા કરી રહ્ય છે. તો કેટલાક લોકો કમલ હાસનના સમર્થનમાં આવ્યા છે, કેટલાક લોકોએ કહેવું એવું છે કે કદાચ તેમનો મતલબ કંઇક અલગ હતો.