વેપાર

લગ્નગાળા વચ્ચે મધ્યમવર્ગને ઝટકો; સોનાના ભાવ રૂ.1 લાખને પાર, જાણો કેમ વધી રહ્યા છે ભાવ

મુંબઈ: છેલ્લા બે દિવસથી ભારતીય શેર બજારમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સોનાનો ભાવ પણ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયા (Gold Crosses 1 lakh mark) છે. હવે 10 ગ્રામ 24 કેરેટનું શુદ્ધ સોનું ખરીદવા લોકોને 1 લાખથી વધુ રૂપિયા ચુકવવા પડશે.

લગ્નગાળો ચાલી રહ્યો ત્યારે ભારતના મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું વધુને વધુ મુશ્કેલ થઇ રહ્યું છે, સોનાના ઘરેણા માટે લોકોને મોંઘી કિંમત ચૂકવવી પડશે. સોનાના ભાવમાં વધારાનું મુખ્ય કારણ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને માનવામાં આવી રહ્યું છે.

આ કારણે થઇ રહ્યો છે વધારો:

નિષ્ણાંતોના મતે અમેરિકન ડોલર તુટવાને કારણે સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે સોનામાં રોકાણ વધી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર સંઘર્ષને કારણે બજારની અનિશ્ચિતતા વધી રહી છે, જેના કારણે પણ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે, વૈશ્વિક બજારની અસ્થિરતાને કારણે રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું સલામતી ભર્યું સમજતા હોય છે, સોનામાં રોકાણને વધુ સ્થિર રોકાણ માનવામાં આવે છે.

અહેવાલો મુજબ ડોલરની એશિયાની કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે અહેવાલ આપ્યો છે કે વૈશ્વની સેન્ટ્રલ બેંકોએ ફક્ત 2024 માં 1,037 ટન સોનું હસ્તગત કર્યું હતું. આ વલણ ફુગાવાની ચિંતાઓ, જીઓપોલીટીકલ જોખમો અને લાંબા ગાળાની કરન્સી સ્ટેબિલીટીની શોધને દર્શાવે છે.

‘ગૃહિણી હોંશિયાર ફંડ મેનેજર’

નોંધનીય છે ભારતીય ગૃહિણીઓમાં સોનું ખરીદીને લાંબા સમય સુધી સાચવી રાખવાનું ચલણ જોવા જોવા મળે છે. હાલ વધી રહેલા સોનાના ભાવને ધ્યાનમાં રાખીને કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટકે ભારતીય ગૃહિણીઓના સ્વાભાવને બિરદાવ્યો હતો. કોટકે X પરની એક પોસ્ટમ કહ્યું કે “સમય જતાં સોનાનું પરફોર્મન્સ દર્શાવે છે કે ભારતીય ગૃહિણી વિશ્વની સૌથી હોંશિયાર ફંડ મેનેજર છે.”

આ પણ વાંચો…સોનાના ભાવમા સતત વધારો, અક્ષય તૃતીયા સુધી 10 ગ્રામનો ભાવ 1 લાખને પાર કરે તેવી શક્યતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button