નેશનલ

કર્ણાટકના પૂર્વ ડીજીપીની પત્નીને હતો પરવીન બાબી જેવો માનસિક રોગઃ વૉટ્સએપ ચેટથી થયો ખુલાસો

બેંગલોરઃ કર્ણાટકના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ની નિર્મમ હત્યા કરનાર પત્ની પલલ્વીને 14 દિવસ માટે રિમાન્ડ પર મોકલવામાં આવી છે ત્યારે તેના અને દીકરી કૃતિ વિશે અમુક ચોંકાવનારા ખુલાસા થયા છે. પત્નીએ પતિની આંખમાં પહેલા મરચાંનો પાવડર ફેંક્યો અને ત્યારબાદ ચાકુથી વાર કરી ઓમપ્રકાશને મોતને ઘાટ ઉતાર્યા હતા.

દીકરીની શું છે ભૂમિકા

આ કેસમાં ઘરમાં દીકરી કૃતિ અને માતા પલ્લવી હાજર હતા. હવે પલ્લવીના દીકરા કિર્તીકેશે પોતાની બહેન કૃતિનો પણ રોલ હોવાનું પોલીસને જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના બે દિવસ પહેલા પલ્લવી સાથે ડીજીપીનો ઝગડો થતા તેઓ કંટાળી બહેનના ઘરે રહેવા જતા રહ્યા હતા. જોકે બીજા દિવસે દીકરી કીર્તિ ફઈના ઘરે આવી હતી અને પપ્પાને વિનંતી કરી હતી કે તેઓ પાછા ઘરે આવી જાય. તેથી ઓમપ્રકાશ ફરી ઘરે ગયા હતા અને બીજા જ દિવસે મોતને ભેટ્યા હતા. દીકરી તે સમયે હાજર હતી તો તેણે પણ પિતાને મારવામાં માની મદદ કરી, જો મદદ ન કરી તો માને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો કે નહીં, તે ઈરાદાપૂર્વક ફઈના ઘરે ગઈ હતી જેથી પિતાને પાછા બોલાવી શકાય, શું આ પહેલેથી પ્લાન કરેલું હતું કે હત્યા આવેશમાં આવીને થઈ ગઈ હતી તેવા ઘણા સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. આ સાથે મળતી માહિતી અનુસાર કૃતિ પોલીસને સહકાર આપી રહી નથી. હાલમાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તે ડિપ્રેશનમાં સરી પડી હોવાનું જાણવા મળ્યું છે.

આપણ વાંચો:  વિવાદોથી ઘેરાયેલા નિશિકાંત દુબેએ સીજેઆઈ મામલે ફરી આમ કહ્યું

પત્નીને હતો પરવીન બાબી જેવો રોગ

જાણીતી અભિનેત્રી પરવીન બાબી વિશે એમ કહેવાય છે કે તેઓ હંમેશાં એ ડરમાં જીવતા કે તેમને કોઈ મારી નાખશે. આથી તેમનું ખાવા પીવાનું પણ તેઓ નોકરો પાસે ચેક કરાવતા હતા. પલ્લવીને પણ સ્ક્રિઝોફેનીયાની અસર હોવાનું બહાર આવ્યું છે. પલ્લવી દરેક વ્યક્તિ પર શક કરતી, ઝગડો કરતી અને તેને લાગતું કે બધા મને મારી નાખવા આવ્યા છે. ઓફિસર્સની વાઈવ્ઝના વૉટ્સ એપ ગ્રુપમાં પણ તે આવા મેસેજ પોસ્ટ કરતી હતી. એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે હું કેદી છું. હું જ્યાં પણ જાઉં છું, ઓમ પ્રકાશના એજન્ટો મારા પર નજર રાખે છે. હું તેને વર્ષોથી અલગ થવા માટે કહું છું, પણ કોઈ ફાયદો થયો નથી. મારા ખોરાક અને પાણીમાં ઝેર ભેળવવામાં આવે છે. નોકરને મને ઝેર આપવાનું કહેવામાં આવે છે, સ્વિગી અને ઝોમેટોની ડિલિવરીમાં પણ ઝેર ભેળવેલું હોય છે. પૈસા અને સત્તા હોય તો કંઈ પણ થઈ શકે. તેણે એમ પણ લખ્યું હતું કે મારું જે કોઈપણ રીતે મૃત્યુ થાય તેની માટે ડીજીપી જવાબદાર હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button