અમદાવાદ

આજથી ફરી ધોમધખતા તાપ માટે તૈયાર રહોઃ તાપમાનનો પારો ઊંચે જશે

અમદાવાદઃ ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરી ગરમીનું જોર વધશે તેવી શક્યતા છે. જોકે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હાલમાં પણ ગરમીનો પ્રકોપ જનતા સહન કરી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત,જુનાગઢ સહિતના શહેરોમાં તાપમાન દિવસ દરમિયાન 40 ડિગ્રી આસપાસ રહે છે જે મોડી રાત્રે થોડું ઓછું થાય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે રહે તેવી શક્યતા છે. જેમાં અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, મોરબી, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી કરતા વધારે રહેશે. ગઈકાલે કચ્છના ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે સમગ્ર પંથકમાં ગરમ હવા અને લૂનો અનુભવ થયો હતો.

જ્યારે આણંદ, ભરૂચ, જુનાગઢ, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાવનગર, ડાંગ, દેવભૂમિદ્વારકા, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આજથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ત્રણ દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…પવનોની દિશા પલટાતા કચ્છમાં ગરમી વધી: ભુજ ફરી તપ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button