શેર બજારની મંગળ શરૂઆત; સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા

મુંબઈ: ભારતીય શેરબજાર માટે અઠવાડિયાની શરૂઆત સારી રહી છે, આજે સતત બીજા દિવસે બજાર ગ્રીન સિગ્નલમાં (Indian Stock Market opening) ખુલ્યું. આજે મંગળવારે, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 319.89 પોઈન્ટના વધારા સાથે 79,728.39 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 50 પણ 59.85 પોઈન્ટના વધારા સાથે 24,185.40 પોઈન્ટ પર ખુલ્યો.
આજે મંગળવારે સેન્સેક્સની 30 માંથી 16 કંપનીઓના શેર ઉછાળા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા હતા અને બાકીની 14 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા હતા. બીજી તરફ, નિફ્ટી-50ની 50 કંપનીઓમાંથી 30 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં અને બાકીની 20 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ખુલ્યા હતા.
સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર આજે સૌથી વધુ 2.33 ટકાના વધારા સાથે ખુલ્યા, જ્યારે બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકના શેર આજે સૌથી વધુ 3.99 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આ શેરોમાં મોટો વધારો:
આજે મંગળવારે શરૂઆતના કારોબારમાં HDFC બેંકના શેર 0.88 ટકા, Eternal 0.79 ટકા, ITC 0.51 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.47 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.39 ટકા, એક્સિસ બેંક 0.34 ટકા, NTPC 0.29 ટકા, સન ફાર્મા 0.26 ટકા, બજાજ ફાઇનાન્સ 0.24 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.23 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.21 ટકા, અદાણી પોર્ટ્સ 0.13 ટકા, ICICI બેંક 0.07 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.05 ટકા અને મારુતિ સુઝુકીના શેર 0.05 ટકાના વધારા સાથે ખુલ્યા.
આ શેરોના ઘટડો નોંધાયો:
ઇન્ફોસિસના શેરએ 1.55 ટકા, TCS 0.53 ટકા, ટેક મહિન્દ્રા 0.30 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.27 ટકા, પાવર ગ્રીડ 0.27 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.23 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.18 ટકા, ટાઇટન 0.14 ટકા, બજાજ ફિનસર્વ 0.12 ટકા, HCL ટેક 0.10 ટકા, ટાટા મોટર્સ 0.10 ટકા, ભારતી એરટેલ 0.03 ટકા અને લાર્સન એન્ડ ટર્બોના શેરમાં 0.01 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો…ભારત ટેરિફના ફટકામાંથી બહાર આવી જનાર પ્રથમ મુખ્ય શેરબજાર બન્યું!