
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ મામલે ટીપ્પણી કરી ભાજપના સાંસદ નિશિકાંત દુબે પહેલેથી વિવાદોમાં છે ત્યાર ફરી તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિપક્ષે ભારે હોબાળો કરતા ભાજપે તેમના નિવેદન મામલે પોતાને દૂર કરી દીધી છે, પરંતુ દુબેએ ફરી Chief Justice of India (CJI) મામલે ટીપ્પણી કરી છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે શું તમે જાણો છો કે 1967-68માં ભારતના મુખ્ય ન્યાયાધીશ કૈલાશનાથ વાંચુજીએ કાયદાનો અભ્યાસ કર્યો ન હતો. અગાઉ, તેમણે ભારતમાં ગૃહયુદ્ધ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશને જવાબદાર ઠેરવ્યા હતા.
દુબેએ જે કૈલાશ નાથ વાંચુનો ઉલ્લેખ કર્યો હતો કે ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે ૧૨ એપ્રિલ ૧૯૬૭ થી ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૮ સુધી આ પદ પર સેવા આપી. તેમના વિશે સૌથી ખાસ વાત એ હતી કે તેઓ ભારતના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ હતા જેમની પાસે કાયદાની ઔપચારિક ડિગ્રી નહોતી. તેઓ ભારતીય સિવિલ સર્વિસ (ICS) અધિકારી હતા અને તે જ પૃષ્ઠભૂમિમાંથી ન્યાયતંત્રમાં આવ્યા હતા.

મૂળ મધ્ય પ્રદેશેના વાંચુ પરિવારના પરિવારના પહેલા ન્યાયાધીશ હતા. ૧૯૨૪માં તેમણે ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી. તેમણે યુકે અને ભારતમાં અભ્યાસ કર્યો અને તાલીમમાંથી પાછા ફર્યા પછી, તેઓ ઉત્તર પ્રદેશમાં કલેક્ટર તરીકે કામ કરવા ગયા. તેઓ કલેક્ટર તરીકે પણ જાણીતા હતા. ૧૯૪૭માં, તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના કાર્યકારી ન્યાયાધીશ બન્યા. ૧૯૫૬માં, તેમને રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. દુબે આ ટ્વીટ કરી શું સાબિત કરવા માગે છે તે ખબર નહીં, પણ વિવાદોમાં રહેવા માગતા હોય તેમ જણાઈ રહ્યું છે.
નિશિકાંત દુબે સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરુ થશે! સુપ્રીમ કોર્ટે કડકાઈ બતાવી