ક્રેઝી કિયા રેઃ ગુજરાતીઓને મોંઘીદાટ કાર ખરીદવાનું ‘ઘેલું’ લાગ્યું, કરોડોનો ધુમાડો
નાણાકીય વર્ષમાં 50,017 કરોડ રુપિયાના મૂલ્યની ખરીદી લક્ઝુરિયસ કાર

અમદાવાદઃ ગુજરાતી લોકો પાસે રૂપિયાની કોઈ કમી હોતી નથી. ઘણાં એવા ગુજરાતી લોકો એવા છે જેમાની પાસે અપાર સંપત્તિ છે. વેપાર-ધંધામાં માહેર એવી ગુજરાતી પ્રજા હવે પોતાના મોજ-શોખ માટેા ક્રેઝી થતી જાય છે, જેમાં તાજેતરમાં એક મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે ગુજરાતીઓ મોંઘીદાડ લક્ઝરી કાર ખરીદવામાં પાછું વળીને જોતા નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતના લોકોમાં હવે મોંઘી ગાડીઓ એટલે કે લક્ઝરી કાર માટેનો ક્રેઝ સતત વધી રહ્યો છે.
2024-25ની વાત કરવામાં આવે તો મોંઘી કારનું વેચાણ વધ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતી લોકોએ 50,017 કરોડ રૂપિયાની મોંઘી ગાડીઓ ખરીદી છે. ચોંકાવનારી વાત એ છે કે આંકડો અમદાવાદ શહેરના વાર્ષિક બજેટ કરતાં 3.5 ગણો અને ગુજરાતના વર્ષ માટેના GST કલેક્શનના 70 ટકા હોવાનો અંદાજ છે.
આપણ વાંચો: સુરતમાં લક્ઝરી કાર સાથે વિદ્યાર્થીઓએ કર્યા ‘સિનસપાટા’: પોલીસે શું કરી કાર્યવાહી, જાણો?
2019-20ની તુલનાએ અત્યારે ગાડીઓ પાછળ 40 ટકા ખર્ચ વધ્યો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોરાના પછી ગુજરાતીઓમાં મોંઘી ગાડીઓ ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. નાણાકીય વર્ષ 2019-20ની તુલનાએ આ નાણાકીય વર્ષમાં ગાડીઓ પાછળ થતા ખર્ચમાં 40 ટકા જેટલો તોતિંગ વધારો નોંધાયો છે.
તેનો અર્થ એ થયો કે ગુજરાતના લોકો હવે તેમની જીવનશૈલી સુધારવા માટે ‘હોટ વ્હીલ્સ’માં રોકાણ કરી રહ્યા છે. આ બાબતે એક આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલા લોકો ગાડી પાછળ સરેરાશ 9.3 લાખનું બજેટ રાખતા હતા પરંતુ હવે તે બજેટ 13 લાખ સુધી પહોંચી ગયું છે. એટલે કે, ગુજરાતીઓ એન્ટ્રી લેવલની હેચબેકને બદલે હવે SUV પહેલી પસંદ બની ગઈ છે.
આપણ વાંચો: આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી
ગુજરાતીઓએ 50,017 કરોડ રૂપિયાની મોંઘી ગાડીઓ ખરીદી
મહત્વની વાત એ પણ છે કે, ગુજરાતીઓ પાસે રૂપિયા છે એ વાત સો ટકા સાચી છે, પરંતુ પહેલા લોકો મોજશોખ માટે આટલા રૂપિયા નહોતા ખર્ચ કરતા પરંતુ હવે ગુજરાતના લોકોની પસંદ બદલાઈ છે, અને મોંઘી ગાડીઓ ખરીદી રહ્યાં છે, જેના કારણે અર્થવ્યવસ્થાને પણ સારો એવો ફાયદો થયો છે.
કારણે કે, વર્ષ 2024-25માં ગુજરાતી લોકોએ 50,017 કરોડ રૂપિયાની મોંઘી ગાડીઓ ખરીદી છે, તો સ્વાભાવિક છે કે, સરકારમાં તેનો ટેક્સ પણ ગયો હશે. પહેલેથી જ ભારતીય અર્થવ્યવસ્થામાં ગુજરાતના લોકોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.
આપણ વાંચો: કોણે જ્હાન્વી કપૂરને ગિફ્ટ કરી કરોડો રૂપિયાની લક્ઝરી કાર? તમે ખુદ જ જોઈ લો…
મોંઘીદાટ ગાડીઓની ખરીદીમાં યુવા વર્ગ મોખરે
ગુજરાતના લોકોમાં ખાસ કરીને યુવાનો લાઈફસ્ટાઈલ પાછળ વધારે ખર્ચ કરી રહ્યાં છે. મોંઘીદાટ ગાડીઓની ખરીદીમાં પણ યુવા વર્ગના લોકો જ મોખરે છે. તેમાં પણ યુવાનો SUVમાં પણ ખાસ કરીને સનરૂફ અને સ્માર્ટ ફીચર્સ સાથેના ટોપ-એન્ડ વેરિઅન્ટ વાળી ગાડીઓ ખરીદી રહ્યાં છે.
કેન્દ્રીય આંકડા જોવામાં આવે તો, નાણાકીય વર્ષ 2025માં મોંઘી ગાડીઓના વેપારમાં 56 ટકાનો વધારો નોંધાયો છે. તેનો અર્થ એ પણ થાય કે, ગુજરાતના લોકો હવે મોંઘી ગાડીઓ પાછળ થતા ખર્ચમાં વધારો કરી રહ્યાં છે.