કર્ણાટકમાં પૂર્વ ડીજીપીના મોતના કિસ્સામાં થયા ચોંકાવનારા ખુલાસા, પત્નીએ કર્યું મર્ડર

બેંગલુરુ: ગઈ કાલે રવિવારે બેંગલુરુમાં કર્ણાટકના પૂર્વ પોલીસ વડા ઓમ પ્રકાશની હત્યાનો ચોંકાવનારો બનાવ (Om Prakash Murde Case) બન્યો હતો. પૂર્વ IPS અધિકારી ઓમ પ્રકાશનો મૃતદેહ ગઈ કાલે રવિવારે તેમના બેંગલુરુ નિવાસસ્થાને છરાના ઘા મારેલી હાલતમાં મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસ મુજબ ઓમ પ્રકાશની પત્ની પલ્લવીએ જ તેમની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. હત્યા પહેલા પલ્લવીએ તેમની આંખોમાં મરચા પાવડર છાંટ્યો હતો અને કાચની બોટલથી હુમલો કર્યો હતો.
આપણ વાંચો: અતુલ સુભાષ જેવો વધુ એક કિસ્સો! યુપીમાં આત્મહત્યા પહેલા એન્જીનીયરે પત્ની પર લગાવ્યા આરોપ
પ્રાથમિક અહેવાલોમાં હત્યાની ચોંકાવનારી માહિતીઓ પ્રકાશમાં આવી છે. અહેવાલ મુજબ પ્રોપર્ટી બાબતે બંને વચ્ચે ઘરમાં ઝઘડો થયો હતો. ત્યાર બાદ પલ્લવીએ ઓમ પ્રકાશના ચહેરા પર મરચાનો પાવડર છાંટ્યો હતો, બળતરાને કારણે ઓમ પ્રકાશ તરફડવા લાગ્યા, ત્યારે પલ્લવીએ તેના પર છરી વડે હુમલો કર્યો. જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.

છરીના 10 ઘા માર્યા:
એક અહેવાલ મુજબ પતિની હત્યા કર્યા બાદ પલ્લવીએ તેની એક મિત્રને વીડિયો કોલ કર્યો અને કહ્યું: “મેં રાક્ષસને મારી નાખ્યો છે”. પલ્લવીએ જે મહિલાને ફોન કર્યો હતો તેણે તેના પતિને આ વાત જણાવી, જેમણે પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે પલ્લવી અને તેમની પુત્રીની અટકાયત કરી હતી. માતા અને પુત્રીની લગભગ 12 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પલ્લવીએ ઓમ પ્રકાશની છાતી, પેટ અને હાથમાં આઠ થી દસ વાર છરીના ઘા માર્યા હતાં. લોહી વહેવાને કારને આખા ઘરમાં લોહીના ડાઘા પડી ગયા હતાં.
આપણ વાંચો: અંજારની યુવતીએ પડોશીના ઘરે જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
પ્રોપર્ટી માટે ખેલાયો ખૂની ખેલ:
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને વચ્ચે લાંબા સમયથી ચાલતો પ્રોપર્ટી વિવાદ આ હત્યાનું કારણ બન્યો હતો. ઓમ પ્રકાશે તેમની બહેનના નામે જમીન ખરીદી હતી અને પલ્લવી જમીન તેના નામે ટ્રાન્સફર કરવા દબાણ કરી રહી હતી.
બીજી પ્રોપર્ટી તેના દીકરાના નામે નોંધાઈ હતી, જેનાથી પલ્લવી રોષે ભરાઈ હતી. બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો, અને છેલ્લા કેટલાક દિવસોમાં આ ઝઘડાઓ વધી ગયા હતા.

ઓમ પ્રકાશ પત્નીને ધમકાવતા?
એક અધિકારીએ એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે પલ્લવીએ થોડા દિવસો પહેલા નિવૃત્ત IPS અધિકારીઓના વોટ્સએપ ગ્રુપ પર એક મેસેજ મૂક્યો હતો જેમાં તેણે ઓમ પ્રકાશ પર તેના લમણાં પર પિસ્તોલ રાખવાનો અને તેને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ મુક્યો હતો.
છેલ્લા કેટલાક મહિનાઓમાં મહિનાઓમાં, પલ્લવીએ તેના પતિ વિશે અન્ય પોલીસ અધિકારીઓના પરિવારો વચ્ચે જાહેરમાં ફરિયાદો કરી હતી. એક પ્રસંગે, પલ્લવીએ તેના ઘરની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.
મા-દીકરી ઓમ પ્રકાશ પર દબાણ કરતી:
પોલીસ તપાસ કરી રહી છે કે શું તેમની દીકરીએ પણ હત્યામાં ભૂમિકા ભજવી હતી. ઓમ પ્રકાશના દીકરા કાર્તિકેયની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દીકરા ફરિયાદમાં કહ્યું છે કે તેની માતા અને બહેન ડિપ્રેશનથી પીડાતા હતા અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા હતા.
ધમકીઓ બાદ, ઓમ પ્રકાશ તેમની બહેનના ઘરે રહેવા ચાલ્યા ગયા હતાં. હત્યાના બે દિવસ પહેલા જ્યારે તેની દીકરી તેમને મળવા આવી હતી અને ઘરે પાછા ફરવાનો આગ્રહ કર્યો, ત્યાર બાદ ઓમ પ્રકાશ પાછા ફર્યા હતાં.
ઓમ પ્રકાશ 1981 બેચના IPS અધિકારી હતા. માર્ચ 2015માં તેમને ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે પહેલાં તેઓ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ અને હોમગાર્ડ્સના વડા પણ હતા. તેઓ મૂળ બિહારના વતની હતાં, તેમણે જીઓલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.