ટોપ ન્યૂઝનેશનલ

રાહુલે મહારાષ્ટ્રની ચૂંટણીનો મુદ્દો બોસ્ટનમાં ઉઠાવ્યોઃ વિવાદના એંધાણ

નવી દિલ્હીઃ કૉંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના બોસ્ટનમાં છે અને અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાં એક ભાષણમાં મહારાષ્ટ્રની ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક વાત અમારી માટે સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત દેશના ચૂંટણી પંચે સમાધાન કરી લીધું છે. આ માટે રાહુલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું ઉદાહરણ આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં યુવાનોએ તેમની સંખ્યા કરતા વધારે મતદાન કર્યું.

અમને 5.30 વાગ્યે ચૂંટણી પંચે આંકડા આપ્યા અને 7.30 વાગ્યે જે આંકડા આપ્યા. 5.30 મતદાન બંધ થઈ ગયું હોય, છતાં આ સમય દરમિયાન 65 લાખ મતદારોએ મતદાન કર્યું. જો આમ થયું હોય તો મતદાન રાત્રે બે વાગ્યા સુધી ચાલવું જોઈએ. એક મતદારને મતદાન કરતા 3 મિનિટ લાગે છે તો મતદાન આખી રાત ચાલવું જોઈએ. આ માટે અમે ચૂંટણી પંચ પાસેથી વીડિયોગ્રાફી માંગી છે, પરંતુ તેઓ વીડિયોગ્રાફી આપવા તૈયાર નથી એ સાથે તેમણે એ નિયમ જ બનાવી દીધો કે કોઈ ચૂંટણી પ્રક્રિયાનો વીડિયો નહીં માંગી શકે. ચૂંટણી પંચે સમાધાન કરી લીધું છે અને આ મુદ્દો મેં વારંવાર ઉઠાવ્યો છે, તેમ ગાંધીએ ઉમેર્યુ હતું.

આ પણ વાંચો… રાહુલ અમેરિકામાં સામ પિત્રોડાને મળ્યાઃ હવે સંબોધનમાં શું કહે છે તેના પર સૌની નજર

રાહુલ વિદેશમાં જઈને ભારતના મુદ્દાઓની ચર્ચા કરી દેશ માટે નકારાત્મક વાતાવરણ ઊભું કરે છે તેવી ટીકા વારંવાર થાય છે. મહારાષ્ટ્રમાં મહાયુતી જંગી બહુમતીથી જીતી ગઈ છે. લોકસભામાં કૉંગ્રેસ-એનસીપી(શરદ પવાર) અને શિવસેના (યુબીટી)એ ઘણો જ સારો દેખાવ કર્યો હતો અને ત્યારબાદ ત્રણ-ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણીમાં તેમના સૂપડાં સાફ થઈ ગયા હતા. ત્યારબાદ રાહુલે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે હવે વિદેશની ધરતી પર આ મુદ્દે રાહુલે વાત કરી છે ત્યારે મહારાષ્ટ્રના નેતાઓ તરફથી પ્રહારો થવાની પૂરી સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button