મણિપુર પોલીસ એકશનમાં, પ્રતિબંધિત સંગઠનોના નવ સભ્યોની ધરપકડ

નવી દિલ્હી : મણિપુરમાં હિંસા વચ્ચે પોલીસે અનેક જિલ્લાઓમાં પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. મણિપુર પોલીસે છેલ્લા 48 કલાકમાં ઇમ્ફાલ ખીણ જિલ્લાઓમાં અનેક પ્રતિબંધિત સંગઠનોના નવ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રતિબંધિત યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટના બે સભ્યોને શનિવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગદામ ગામ નજીક નેપેટપલ્લી એન્ડ્રો રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી
પ્રતિબંધિત KCP ના બે કાર્યકરોની ધરપકડ
જ્યારે સુરક્ષા દળોએ શુક્રવારે બિષ્ણુપુર જિલ્લાના નિંગથો ઉખોંગ વોર્ડ નંબર 13 માંથી પ્રતિબંધિત કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટીના એક સભ્યની ધરપકડ કરી હતી. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સલામ મામાંગ લીકાઈ કેતુકી લમ્પકમાંથી પ્રતિબંધિત KCP ના બે સભ્યની ધરપકડ કરી છે. આ લોકો આ વિસ્તારમાં જબરજસ્તી વસૂલીમાં પણ સામેલ હતા.
ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો
રાજ્ય પોલીસે શુક્રવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ક્યામગેઇ હેઇબોંગ માખોંગ વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્રોટેસ્ટ ગ્રુપના એક સભ્યની ધરપકડ કરી હતી. પ્રતિબંધિત કંગલી યાવોલ કન્ના લુપના એક સભ્યને ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
શુક્રવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાંથી યુનાઇટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલેઇપાકના એક સભ્યની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રતિબંધિત પ્રપાકના અન્ય એક સક્રિય સભ્યની તે જ દિવસે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સંજેનબમ શાંગશાબી ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મણિપુરમાં પોલીસ ચોકીમાંથી લૂંટાયેલા નવમાંથી આઠ હથિયારો જપ્ત…
મણિપુર હિંસામાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 માં વંશીય હિંસા ફાટી નીકળ્યા બાદથી મણિપુર પોલીસ અને સુરક્ષા દળો રાજ્યભરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. મે 2023 થી મેઇતેઈ અને કુકી-જો જૂથો વચ્ચે વંશીય અથડામણોમાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
ફેબ્રુઆરી 2025થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
જ્યારે મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ કેન્દ્રએ 13 ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે. રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ વર્ષ 2027 સુધી છે. વિધાનસભાને સ્થગિત કરવામાં આવી છે.