નેશનલ

રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે, બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. તેવો શનિવારે અમેરિકાના બોસ્ટન લોગન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા. અહીં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાહુલ ગાંધી આ મુલાકાત દરમિયાન રોડ આઇલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીની મુલાકાત લેશે. રાહુલ ગાંધી ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. રાહુલ એનઆરઆઈ સમુદાયના સભ્યો, પદાધિકારીઓ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સભ્યો સાથે પણ સંવાદ કરી શકે છે.

રાહુલ ગાંધીનો સંપૂર્ણ કાર્યક્રમ

આ પહેલા કોંગ્રેસના નેતા પવન ખેરાએ “એક્સ “પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 21 અને 22 એપ્રિલે અમેરિકાના રોડ આઇલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીની મુલાકાત લેશે. રાહુલ ત્યાં પણ સંબોધન કરશે.તેઓ યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.

આ પણ વાંચો: હેરાલ્ડ કેસમાં ઇડીની ચાર્જશીટ: યુવા કોંગ્રેસનું પુણેમાં રેલ રોકો

રાહુલ ગાંધીની આ બીજી અમેરિકા મુલાકાત

ઉલ્લેખનીય છે કે , તાજેતરમાં રાહુલ ગાંધીની આ બીજી અમેરિકા મુલાકાત છે. આ પહેલા સપ્ટેમ્બર 2024માં રાહુલ ગાંધીએ અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, તેમણે ડલ્લાસની મુલાકાત લીધી, જ્યાં તેમણે ટેક્સાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરી અને ભારતીય સમૂદાયના સભ્યોને સંબોધિત કર્યા. ડલ્લાસથી રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસી ગયા હતા.જ્યાં તેમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button