લંડનના નિલામી ઘરમાં બની આશ્ચર્યજનક ઘટનાઃ દાદીમાએ આ રીતે પૌત્રને લખપતિ બનાવી દીધો

જગતભરમાં ઘણું અવનવું બને છે. અમુક ઘટનાઓ વાંચ્યા કે જાણ્યા બાદ પણ વિશ્વાસ નથી આવતો કે આવું પણ બની શકે. લંડનના લીલામી ઘરમાં પણ આવી જ એક ઘટના બની છે. અહીં એક જૂના અને તૂટેલા સિરામિક પોટ એટલે કે ફ્લાવરવાઝના અધધ 66,000 (ડોલર) એટલે કે રૂ. 56 લાખની બોલી બોલાઈ છે.
આ ફ્લાવરવાઝને હવે તો બગિચામાં માત્ર છોડ વાવવા પૂરતો ઉપયોગમાં લેવામાં આવતો હતો. જેમનું ઘર હતું તેમને માત્ર થયું કે આ જૂની વસ્તુ છે અને તેથી જો એન્ટિક પિસમાં વેચાઈ જાય તો તેમને થોડા પૈસા મળે, પરંતુ તેમણે ક્યારેય નહોતું વિતાર્યું કે પરદાદાના સમયની આ વસ્તુ તેમને લાખોપતિ બનાવી દેશે.
આપણ વાંચો: વધુ એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદ: ફિલ્મમાં અમુક ફેરફાર કરવાની માગણી…
શું છે ફ્લાવરવાઝ સ્પેશિયાલિટી
યુકેના સ્થાનિક અખબારના એક અહેવાલ મુજબ આ વાઝ 1964 માં હૈંસ કોપર નામના પ્રખ્યાત સિરામિક કલાકાર દ્વારા બનાવવામાં આવી હતી. ચાર ફૂટ ઊંચી આ કૃતિ ૧૯૩૯માં જર્મનીથી યુકે સ્થળાંતર કરીને આવેલા કલાકાર દ્વારા બનાવવામાં આવેલી સૌથી ઊંચી સિરામિક કલાકૃતિઓમાંની એક છે. એવું કહેવાય છે કે તેના પરની ડિઝાઈન એક અનામી મહિલા દ્વારા બનાવવામાં આવી હતી અને તેણે વાઝનું ખૂબ ધ્યાન રાખ્યું હતું.
આપણ વાંચો: ભાત ભાત કે લોગ : કયારેક કોઈ ઘટના બને ને લો, ફેશન બદલાઈ ગઈ!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા વર્ષો સુધી આ વાઝ તેની પાસે હતો. પરંતુ જ્યારે તે તૂટી ગયો ત્યારે તેને ફેંકી દેવાને બદલે, મહિલાએ તેને થોડો ઠીક કર્યો અને પછી તેને તેનાં લંડનના ઘરની પાછળના બગીચામાં સુશોભન ફૂલના કુંડા તરીકે મૂકી દીધો. આ પછી તે મહિલાનું અવસાન થયું અને તેના પૌત્ર-પૌત્રીઓને તેના ઘરની બધી વસ્તુઓ વારસામાં મળી.
મહિલાાન પૌત્રને આ વાઝ ઘણો યુનીક લાગતો અને તેને થયું કે એકવાર તેને લીલામી ઘર લઈ જાઉં, પણ પરિવારનું નસીબ ઉઘડી ગયું અને દાદીમાના જૂના ફ્લાવર વાઝે તેમને 56 લાખ રૂપિયા કમાવી આપ્યા. લગભગ એટલે જ કહેવાતું હશે કે જૂનું તે સોનુ.