ઇન્ટરનેશનલ

અમેરિકાએ 160 કોલેજના 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યાં, સૌથી વધારે પ્રભાવિત ભારતીયો

ન્યૂયોર્કઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન શરૂ થયું ત્યારથી ભારત તરફનું વલણ બદલાઈ રહ્યું છે. અત્યારે ફરી એક રિપોર્ટ પ્રકાશમા આવ્યો છે જેમાં અમેરિકાએ અનેક ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દીધા છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન એ એક અહેવાલ બહાર પાડ્યો છે, આ રિપોર્ટ પ્રમાણે જે વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે તેમાંથી 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓ છે. અમેરિકાએ 160 કોલેજના 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા હતા, જેમાં 50 ટકા વિદ્યાર્થીઓ ભારતીય છે.

વિઝા રદ કરવામાં આવ્યા તેમાં 50 ટકા વિદ્યાર્થીઓ ભારતીય

નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર કરવામાં આવેલી તપાસ પ્રમાણે 327 વિઝા રદ કરવાના કેસ પર હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત છે. ત્યારબાદ ચીનના વિદ્યાર્થીઓનો નંબર આવે છે, ચીનના 14 ટકા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા. તપાસ પ્રમાણ જે લોકોના વિઝા રદ કરવામાં આવ્યા હતા તેમાંથી અડધાથી વધુ એવા વિદ્યાર્થીઓ હતા જેઓ વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પર હતા. આનો અર્થ એ થયો કે તેણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને અમેરિકામાં કામ કરી રહ્યો હતો. આવા 1024 વિદ્યાર્થીના વિઝા રદ કરવામાં આવ્યાં છે.

આ મુદ્દે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ

વિઝા દર કરવાના કારણોમાં કોલેજોનું કહેવું છે કે, કેટલાક વિદ્યાર્થીઓને ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશનના નિયમો ભંગ કરવા માટે ટાર્ગેટ કરવામાં આવ્યાં હતા. જેમાંથી મોટાભાગની ઘટનાઓ ઘણાં સમય પહેલા બની હતી. આ સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ પર પેલેસ્ટાઈને સપોર્ટ કરવા મામલે પણ ટાર્ગેટ કરવામાં આવ્યા અને વિઝા દર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રેમ્પ સરકાર સામે કેસ પણ કર્યાં અને કહ્યું કે, કોઈ પણ પ્રકારના કારણ વિના તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો:ટ્રમ્પ પ્રશાસનની વિઝા નીતિને કોર્ટમા પડકારી આ ભારતીય વિદ્યાર્થીએ, કહ્યું પગલું ખોટું અને ગેરકાયદે

અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાં 29 ટકા ભારતીય

રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, 2023-24 ના આંકડા પ્રમાણે 11,26,690 વિદ્યાર્થીઓ અમેરિકામાં રહે છે, જેમાંથી 3,31,602 જેટલા વિદ્યાર્થીઓ ભારતના છે. જ્યારે ચીનની વાત કરવામાં આવે તો, 2.77 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યાં છે. પરંતુ મહત્વની વાત એ છે કે, અમેરિકાએ કુલ 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દીધા છે, તેમાં સૌથી વધારે ભારતની વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button