પત્નીએ પતિની સંપત્તિ નથી, IPCની કલમ 497 સંપૂર્ણપણે ગેરબંધારણીય! હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્નીને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હોઈકોર્ટમાં પતિએ તેની પત્ની સામે કેસ દાખલ કર્યો હતો. જેમાં પતિએ પત્ની અને અન્ય પુરષ પર વ્યાભિચારનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં હાઈકોર્ટ આરોપીને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હાઈકોર્ટે કહ્યું કે, પત્નીએ પતિ સંપત્તિ માનવાના માનસિકતા અસંવિધાનિક છે. આ વિચારધારા જુની છે, હવે વર્તમાનમાં તેનો કોઈ જ અર્થ નથી. દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
પત્નીએ પતિ સંપત્તિ માનવાના માનસિકતા અસંવિધાનિકઃ હાઈકોર્ટ
હાઈકોર્ટે ચુકાદો આપતા આઈપીસીની કલમ 497 ને અસંવિધાનિક જાહેર કરતા કહ્યું કે, આ પિતૃસત્તાત્મક વિચારસરણી પર આધારિત હતી. આ ચુકાદો આપતા હાઈકોર્ટે મહાભારતની વાત કરી હતી. કહ્યું કે, જ્યારે યુધિષ્ટિરે દ્રૌપદીને જુગારમાં દાવ પર લગાવી ત્યારે બીજા ભાઈઓ મૌન રહ્યાં હતા. ત્યારે તેના ગૌરવની કોઈએ ચિંતા કરી નહોતી. અત્યારે પણ સમાજ આવી વિચારસરણીમાં જીવી રહ્યો છે. કોર્ડે વારંવાર એ વાત પર ભાર મુક્યો કે પત્ની પતિની સંપત્તિ નથી.જો લગ્ન જીવનમાં પ્રતિબદ્ધતા ખતમ થઈ જાય તો તો ત્યારે આ મામલો સંપૂર્ણપણે નિજતાનો બને છે. જેથી આ કેસમાં હાઈકોર્ટે આરોપી પુરૂષને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો: ગેરકાયદે બોરવેલમાંથી પાણી ખેંચવું એ પાપથી ઓછું નથી; દિલ્હી હાઈ કોર્ટ આવું કેમ કહ્યું?
નિજતાનો કેસ ગણીને આરોપી પુરુષને છોડી મુકવાનો આદેશ
આ કેસમાં પતિએ તેની પત્ની પર કોઈ અન્ય પુરૂષ સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. પત્ની કોઈ અન્ય પુરૂષ સાથે હોટેલમાં રોકાઈ હતી અને પતિની મંજુરી વિના સંબંધ બનાવ્યો હતો. જોકે, આને નિજતાનો કેસ ગણીને કોર્ટે આરોપી પુરુષને છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આ મામલે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, નિજતાનો મામલો ગુનો નહીં બને. આ સાથે સાથે દિલ્હી હાઈકોર્ટે કલમ 497 ની વાત કરી હતી જેમાં એવો ઉલ્લેખ છે કે પતિની પરવાનગી હોય તો પત્ની અન્ય પુરૂષ સાથે સંબંધ બાંધી શકે છે. કોર્ટે કહ્યું આ કલમમાં લગ્નની પવિત્રતા નહીં પરંતુ પતિની માલિકી દર્શાવવમાં આવી હતી, જે સંપૂર્ણપણ ગેરબંધારણીય છે.