ટીમ લેબ્સ બોર્ડરલેસ – આર્ટ ને ટેકનોલોજીનો અજોડ સમન્વય…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
છેલ્લા બે-ત્રણ મહિનાઓથી દુનિયાભરની ઇકોનોમી અને ન્યૂઝ સાઇકલની જે કેઓટિક હાલત છે તેમાં જેવું મીડિયાથી ડિસકનેક્ટ કરો એટલે તરત જ પોતોનો ખૂણો રોજિંદા કામકાજ અને મજા અને સ્ટ્રગલથી ભરેલો લાગે છે. એવામાં જ્યારે તમે તમારા કમફર્ટ ઝોનથી બહાર સાવ અજાણી ક્નટ્રીમાં માંડ પંદર દિવસ માટે હોવ ત્યારે ત્યાંની લોકલ પરિસ્થિતિ પર હાલની ઇકોનોમિક હિલચાલની ઇમ્પેક્ટ છે કે નહીં તે કહેવું મુશ્કેલ બની જાય છે. તેમાંય જાપાનમાં તો સતત વર્ક પ્રેશર અને સોશિયલ ડિસિપ્લિનના પ્રેશર વચ્ચે સબવેમાં અને રસ્તા પર હંમેશાં લોકોની ભીડ જોવા મળી જતી. અને આવી સ્થાનિક લોકોની ભીડમાં દરેક ઉંમરનાં મોટાભાગનાં લોકો ફોન પર જ દેખાતાં. ઘણાં તો ચાલતાં ચાલતાં ફોન પર ગેમ રમતાં, ટે્રનમાં ઘૂસવા પૂરતો ચાલુ ફોન પોકેટમાં મૂકીને ફરી ટે્રનમાં ભીડમાં ઊભા રહેવાની જગ્યા શોધીને એક હાથે બેલેન્સ માટે હેન્ડલ પકડીને ફરી પાછો બીજા હાથે એ જ ફોન કાઢીને ગેમ ચાલુ રાખતાં.
જિબલી મ્યુઝિયમથી નીકળીને ક્યાં સાંજ પડી ગઈ ખબર પણ ન પડી. તેના માટે અડધા દિવસ જેટલો સમય તો મિનિમમ પ્લાન કરવો જ પડે. ડિજિટલ ટેકનોલોજીને માણસોએ હાથે બનાવેલી કલા સાથે બેલેન્સમાં રાખતા સ્ટુડિયો જિબલીથી સીધાં ડિજિટલ આર્ટના સ્પેશિયાલિસ્ટ ટીમ લેબ્સ એક્ઝિબિશનનું બુકિગ એ જ દિવસે કરવામાં અમે આયરનીની મજા લઈ લીધી. હવે તો દુનિયાનાં ઘણાં મોટાં શહેરોમાં પરમેનેન્ટ કે ટેમ્પરરી ટીમ લેબ્સ એક્ઝિબિશન લાગે જ છે. આ ડિજિટલ આર્ટના પાયોનિયર્સની શરૂઆત 2001માં ટોક્યોમાં થઈ હતી.
ટીમ લેબ્સનાં કલાકારો પોતાને અલ્ટ્રા ટેકનોલોજિસ્ટ તરીકે ઓળખાવે છે. આર્ટ અને ટેકનોલોજીનો જરા વિચિત્ર સંબંધ છે. આ લેબનાં સ્થાપકો ટોક્યો યુનિવર્સિટીનાં એન્જિનિયર્સ છે. ટીમ લેબ્સમાં માત્ર આર્ટિસ્ટ કે માત્ર એન્જિનિયર હોવું પૂરતું નથી. આ આર્ટી-એન્જિનિયર શું કરે છે તે જોવા માટે ત્યાં જવું તો રહૃુાંં જ. આમ પણ હાલમાં જે પણ જાપાન જઈને આવ્યું છે તેમના ફોટોઝમાં ટીમ લેબ્સ જોયા પછી પહેલી તપાસ ત્યાં બુકિગ કરવાની થઈ હતી.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : બેઇજિંગ ઍરપૉર્ટ એશિયાનાં વૈવિધ્ય માટે તૈયાર…
ટોક્યોમાં બે ટીમ લેબ્સ છે. ટીમ લેબ્સ બોર્ડરલેસ અને ટીમ લેબ્સ પ્લાનેટ્સ. બંને લેબ્સ શહેરમાં વિપરીત દિશાઓમાં છે. તેમાં બોર્ડરલેસમાં થોડું ઓડિયન્સ ઇન્ટરેક્શન અને વધુ સારા રીવ્યુઝ છે. વળી તે અમારી રોપોન્ગી હોટલથી પણ નજીક હતી. બીજું શું જોઈએ? બુકિગ સ્લોટ્સ મળવાનું જરા અઘં છે. જિબલી મ્યુઝિયમની જેમ જ અહીં પણ પહોંચીને ટિકિટ ત્યાં જઈને લઈશું એમ વિચારવા જેવું નથી. અમને આખા અઠવાડિયામાં માત્ર બે જ સ્લોટ મળે તેમ હતા.
અમે જિબલી સાથે ટીમ લેબ્સને એક જ દિવસમાં કમ્બાઇન કરવા નહોતાં ઇચ્છતાં. બંને અલગ પ્રકારની આર્ટને પચાવવા માટે વચ્ચે થોડો બ્રેક હોત તો સાં થાત. પણ ટીમ લેબ્સ બોર્ડરલેસને એ મંજૂર ન હતું, એટલે અમે જિબલીનો રાઉન્ડ પતાવીને ટીમ લેબ્સ માટે સમયસર પહોંચવા નીકળી પડ્યાં. ત્યાં 7થી 9નો બે કલાકનો સ્લોટ હતો.
બોર્ડરલેસ પહોંચવા માટે ત્રણ સબવે બદલવી પડી અને વચ્ચે આશરે 10,000 સ્ટેપ્સ ચાલવું પડ્યું. હજી ટીમ લેબ્સમાં અંદર તો ચાલવાનું હતું જ. છેલ્લા સ્ટે્રચ પર સબવે અન્ડરગ્રાઉન્ડથી આખરે નીકળ્યાં તો વરસાદ પડતો હતો. જાપાનના અન્ડરગ્રાઉન્ડ્સમાં માત્ર ટે્રન જ નહીં, રેસ્ટોરાં, શોપિંગ, હોટલ્સ, બધું એવી રીતે ફેલાયેલું છે કે જાણે જમીનની નીચે બે-ત્રણ માળમાં અલગ દુનિયા જ વસે છે. હજી જાપાનિઝ અન્ડરગ્રાઉન્ડ લાઇફથી અમે સરખું મળ્યાં ન હતાં. તે દિવસે જમીન પરના આર્ટની જ વાત હતી.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : સાન ઓગસ્ટિન – સ્પેનમાં પણ અમેરિકા પીછો નથી છોડતું…
બોર્ડરલેસનો સ્ટુડિયો એક ભવ્ય મોલનો આખો માળ લઈને બેઠો હતો. ઇમારતની બહાર થોડાં પ્લમ બ્લોસમ્સ માહોલ અને સીઝનને મજેદાર બનાવી રહૃાાં હતાં. અંદર પ્રવેશતાંની સાથે જ કોઈ અલગ દુનિયામાં આવી ગયાં હોઇએ તેવું લાગતું હતું. આ ઇમરસિવ આર્ટનો પહેલો અનુભવ હતો જ્યાં હાઇ સિલિંગથી લઈને સાઇડ્સ અને ફ્લોર, જ્યાં પણ જુઓ ત્યાં આર્ટ પ્રોજેક્શન તમારી આંખો અને મગજને વ્યસ્ત રાખવા માટે તૈયાર હતું. વળી આખાય વિસ્તારમાં દરેક દીવાલ, છત પર જે આર્ટ પીસ પ્રોજેક્ટ કરવામાં આવેલું તે એનિમેટેડ હોવા સાથે એક બીજાની ફ્રેમમાં પણ જતું રહેતું. એક રૂમનાં ફૂલોની પાંખડી બીજા રૂમમાં ઊડીને જતી, પક્ષીઓ અને પ્રાણીઓ કોરિડોરમાં સાથે ચાલતાં. સંગીત અને અવાજો, ઘણાં લાઇટ બીમ્સ પર હાથે ટેપ કરીને તેમને ખેંચીને દૂર લઈ જઈને પેટર્ન બનાવી શકાતી. વોટર ફોલ્સ, ફૂલો, લોકવાર્તાઓ, સાંસ્કૃતિક રેફરન્સ, રંગો અને લાઇટ્સનું એવું કોકટેઈલ ત્યાં અનુભવવા મળ્યું હતું કે આજે પણ ત્યાં બે કલાકમાં થયેલી અનુભૂતિને બીજા કોઈ અનુભવ સાથે સરખાવી શકાય તેવું નથી.
એટલું જ નહીં, ક્યાંક પ્રોજેક્શનો વાર્તા કરતાં, ક્યાંક ક્રિસ્ટલ ઇન્સ્ટોલેશન્સમાં માત્ર ખોવાઈ જવાનું હતું, ક્યાંક માથા પર વરસાદ પડતો, ક્યાંક અવાજો અને સુગંધથી મન ભરાઈ આવતું. અહીં જે પણ હતું તે બધું બહારની દુનિયાને ભૂલીને, બીજા વિચારોને, ડિસ્ટે્રક્શન્સને એક બાજું મૂકીને અનુભવ કરવા માટે હતું. જોકે વચ્ચે ફોટા અને વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર મૂકવા માટે બેસીને પોતાનું કામ કરવાની જગ્યાઓ પણ હતી. ખં જોવા જાઓ તો આજના જમાનાનું આ પરફેક્ટ ટૂરિસ્ટ સ્પોટ હતું જ્યાં આર્ટ, સેન્સરી અનુભવો, ટેકનોલોજી બધું એક સાથે વણાયેલું હતું. અહીં બે કલાક તો ક્યાં પૂરા થઈ ગયા ખબર પણ ન પડી. છેલ્લે એક ભવ્ય ડિજિટલ એક્વેરિયમમાં અમે જાતે દોરેલું ચિત્ર પણ અહીંનાં આર્ટ પ્રોજેક્શનનો ભાગ બનતો જોવાની મજા મળી હતી. ત્યાં ગયા પછી લાગ્યું કે હજી સમય છે તો પ્લાનેટ્સને પણ મોકો અને સમય આપવાનો પ્રયત્ન કરવો જ રહૃાો. ટોક્યોનો પહેલો આખો દિવસ આર્ટ ઓવરલોડમાં વીત્યો હતો.