મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગણી માટે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ વિરોધ પ્રદર્શન કર્યું

મુંબઈ: ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શુક્રવારે મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું જેથી કેટલીક મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગણી પર દબાણ લાવી શકાય અને કહ્યું કે તે ધ્વનિ પ્રદૂષણમાં ફાળો આપે છે.
મુલુંડ પોલીસ સ્ટેશનની બહાર આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
‘કોર્ટ તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી આવા ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવા માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે,’ એમ સોમૈયાએ કહ્યું હતું અને આવા લાઉડસ્પીકરોને મંજૂરી આપનારા પોલીસ સ્ટેશનો સામે વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપી.
‘હું આ મુદ્દા પર લોકોને સંવેદનશીલ બનાવવા અને ગેરકાયદે લાઉડસ્પીકરોના ઉપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહ્યો છું,’ એમ ભૂતપૂર્વ સાંસદે કહ્યું હતું.
આપણ વાંચો: ઘાટકોપરમાં મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરી: નજીવા કારણસર ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ
મુલુંડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આ સંદર્ભમાં સારું કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) અને શિવસેના (યુબીટી) સાથે જોડાયેલા કેટલાક રાજકારણીઓ તેમના પર દબાણ લાવવાનો અને આવા લાઉડસ્પીકર સામે કાર્યવાહી કરવાથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
‘હું વ્યક્તિગત રીતે ખાતરી કરીશ કે આવા નેતાઓને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે,’ એમ ભાજપ નેતાએ જણાવ્યું હતું.
સ્થાનિક ભાજપ વિધાનસભ્ય મિહિર કોટેચાએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.