પેપ્ઝ પર કેમ ગુસ્સે ભરાઈ કાજોલ? વીડિયો થયો વાઈરલ…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ કેસરી ચેપ્ટર ટુની વાતો થઈ રહી છે. આજે એટલે કે 18મી એપ્રિલના ફિલ્મ રિલીઝ પણ થઈ પરંતુ ફિલ્મની સ્ક્રિનિંગ વખતે કંઈક એવું થયું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
આ ઈવેન્ટમાં બોલીવૂડની ટોચની એક્ટ્રેસ કાજોલે કંઈક એવલું કર્યું કે જેને કારણે લોકોનું ધ્યાન તેના પર ગયું હતું. આવો જોઈએ શું કર્યું કાજોલે કે અક્ષય કુમારની ઈવેન્ટમાં તે લાઈમલાઈટ ચોરી ગઈ-
આપણ વાંચો: સર્જરી કરાવી નથી પણ ગોરી કઈ રીતે થઈ? કાજોલે ટ્રોલર્સને શું જવાબ આપ્યો?
વાત જાણે એમ છે કે ફિલ્મની રિલીઝ પહેલાં સેલિબ્રિટીઓ માટે રાખવામાં આવેલા સ્પેશિયલ સ્ક્રિનિંગમાં ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી. રેડ કાર્પેટ પર એકથી ચઢિયાતી એક ઈવેન્ટ્સ અને મોમેન્ટ જોવા મળી પણ એક મોમેન્ટે ઓનલાઈન ધમાલ મચાવી દીધી હતી.
કાજોલ આ ઈવેન્ટમાં પેપ્ઝ પર ગુસ્સે ભરાઈ હતી, કારણ કે તેમણે તેની અને અનન્યા પાંડેની વાતચીતમાં ખલેલ પાડી હતી. બસ પછી તો પૂછવું શું કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં કાજોલ બ્લેક કલરના વર્કવાળા સફેદ અને નિયોન ગ્રીન કલરના ટાઈ ડાઈ સૂટમાં જોવા મળી રહી છે. આ સમયે કાજોલે અનન્યા પાંડેને વેલકમ કરી હતી.
આપણ વાંચો: અભિનેત્રી કાજોલે ઈમોશનલ પોસ્ટ લખીને બાળકોને આપી શુભેચ્છા
અનન્યાએ ભારે હોલ્ટર બ્લાઉઝ સાથે જાંબુડી કલરની સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંનેએ પેપ્ઝને સાથે પોઝ આપ્યા અને ત્યાર બાદ વાતચીત કરવા લાગી. પરંતુ આ દરમિયાન પેપ્ઝ વારંવાર કાજોલના નામની બુમો પાડી રહ્યા હતા.
પેપ્ઝની આ હરકતથી કાજોલ ગુસ્સે ભરાઈ અને તેણે અનન્યા સાથેની વાતચીત રોકીને પેપ્ઝને ખખડાવ્યા હતા અને જણાવ્યું હતું કે કામ ડાઉન… શાંત થઈ જાવ મિત્રો… સોશિયલ મીડિયા પર કાજોલનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે.
આપણ વાંચો: અભિનેત્રી કાજોલે અચાનક કોના પર ગુમાવ્યો પિત્તો કે માઈક લઈને ઝાટક્યા, વીડિયો વાઈરલ…
આ સ્ક્રિનિંગ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ હાજરી આપી હતી, જેમાં અક્ષય કુમાર અને તેમની પત્ની ટ્વિન્કલ ખન્ના પણ હાજર રહી હતી. આ સિવાય આર. માધવન, કરણ જૌહર, ટાઈગર શ્રોફ, રાશા થડાણી, અવનીત કૌર અને સાજિદ ખાન પણ હાજર રહ્યા હતા.
વાત કરીએ કેસરી ચેપ્ટર ટુની તો આ ફિલ્મ એક એન્ટરટેનિંગ કોર્ટરૂમ ડ્રામા છે જે ભારતીય ઈતિહાસના એક ચેપ્ટરની શોધ કરે છે. વકીલ સી. શંકરન નાયરની સ્ટોરી અને 1919 જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછીની લીગલ લડાઈને દર્શાવચી આ ફિલ્મમાં અક્કીએ શંકરન નાયરનો રોલ કર્યો છે.