આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરનો પ્રવાસ કરવાના છો? તો ટ્રેનોના સમયમાં થયેલા ફેરફારની જાણકારી મેળવી લો

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓએ મહત્ત્વની જાણકારી લેવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનથી લઈને અમદાવાદ સેક્શનની અમુક ટ્રેનના સમયમાં થોડો ફેરફાર થયો છે, જે 20મી એપ્રિલથી લાગુ પડશે.

પશ્ચિમ રેલવે અધિકારક્ષેત્ર હેઠળ દોડાવાતી અમુક લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે પણ કોઈ પ્રવાસનું આયોજન કરી રહ્યો હો તો આ બદલાયેલા સમયની જાણકારી તમારા માટે ઉપયોગી થઇ પડશે. નીચેની ટ્રેનોના સમયમાં 20 એપ્રિલ, 2025થી ફેરફાર કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરવાના હો તો જાણી લો ‘મહાજમ્બો બ્લોક’ની વિગત નહીં તો પસ્તાશો!

  1. ટ્રેન નંબર 19255 સુરત-મહુવા એક્સપ્રેસ સુરતથી રાતના 10.00 વાગ્યાને બદલે રાતના 9.30 વાગ્યે ઉપડશે અને સવારના 10:05 વાગ્યાને બદલે 09:40 વાગ્યે મહુવા પહોંચશે.
  2. ટ્રેન નંબર 12903 મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલનું વડોદરા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન રાતના 11.39/11.49 વાગ્યાને બદલે રાતના 11.34/11.44 વાગ્યે થશે.
  3. ટ્રેન નંબર 20949 અમદાવાદ – એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસનું વડોદરા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સાંજના 4.46/4.49 વાગ્યાને બદલે 04.43/04.46 વાગ્યે થશે. (આ ટ્રેન આગામી આદેશો સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે)
  4. ટ્રેન નંબર 19007 સુરત-ભુસાવળ પેસેન્જર સુરતથી 05:10 વાગ્યાને બદલે 05.00 વાગ્યે ઉપડશે. (આગળના આદેશ સુધી આ ટ્રેન હાલમાં સુરતને બદલે ઉધનાથી રવાના થશે).
  5. ટ્રેન નંબર 69169 સુરત-નંદુરબાર મેમુ સુરતથી 18.15 ને બદલે 18.10 વાગ્યે ઉપડશે. (આગળના આદેશ સુધી આ ટ્રેન હાલમાં સુરતને બદલે ઉધનાથી રવાના થશે)
  6. 24 એપ્રિલ, 2025થી ટ્રેન નંબર 22967 અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસનું નંદુરબાર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન રાતના 10.45/10.50 વાગ્યાને બદલે રાતના 10.50/10.55 વાગ્યે થશે.
  7. 25 એપ્રિલ, 2025થી ટ્રેન નંબર 20929 ઉધના-બનારસ એક્સપ્રેસનું નંદુરબાર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન 10.45/10.50 વાગ્યાને બદલે રાતના 10.50/10.55 વાગ્યે થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button