મનોરંજન

Amitabh Bachchanએ કહ્યું મારી પાસે કોઈ નથી…, વીડિયો થયો વાઈરલ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફેનફોલોઈંગ એકદમ તગડી છે. 83 વર્ષે બિગ બીની એનર્જી અને એક્ટિવ લાઈફસ્ટાઈલથી યુવાનોને પણ શરમાવે છે. બિગ બી હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને આ શોમાં બિગ બી પોતાની પ્રોફેશનલ લાઈફ પર્સનલ લાઈફને લઈને જાત જાતના ચોંકાવનારા ખુલાસા કરતાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર બિગ બીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બી કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા અને એ સમયે ફિમેલે ફેને ફલર્ટિંગને લઈને બિગ બીને સવાલ કર્યો હતો, જેના જવાબમાં બિગ બીએ કંઈક એવું કહ્યું હતું કે જે સાંભળીને તમે ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું છે આ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અમિતાભ બચ્ચન કપિલ શર્માના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા પર પહોંચ્યા હતા. આ સમયે ઓડિયન્સમાં બેઠેલી એક મહિલા ફેને બિગ બીને પૂછ્યું કે જ્યારે યંગ એક્ટ્રેસ તમારી સાથે ફ્લર્ટ કરે છે ત્યારે તમને કેવું લાગે છે? આ સાંભળીને બિગ બી ચોંકી ઉઠે છે અને કહે છે કે ક્યાં છે એ? મને દેખાડો… આ જવાબ સાંભળીને હાજર તમામ લોકો હસી પડે છે. બિગ બી આગળ જણાવે છે કે મારી પાસે કોઈ નથી આવતું..

બિગ બીએ ફિમેલ ફેનને આગળ જવાબ આપતા જણાવ્યું હતું કે તમને મોટી ગેરસમજ થઈ છે. તમારી પાસે કોઈ હોય તો મોકલાવો. આ સાંભળીને બિગ બી કહે છે કે સર અહીંયા તો લાઈન લાગી જશે. બિગ બી ફેનને જવાબ આપતા કહે છે કે નહીં આવું નહીં થાય. તમે બોલાવી તો જુઓ. આ સાંભળીને હાજર દર્શકો ખડખડાટ હસી પડી પડે છે.

ફેન અને બિગ બી વચ્ચેનો આ સંવાદ સાંભળીને શોના હોસ્ટ કપિલ શર્મા કહે છે કે સર હું થોડો થોડો સહેમત છું આ વાતથી. આગળ કપિલે જણાવ્યું કે સર ફિલ્મ રામલીલા આવી તમે દીપિકા પદુકોણને તેના સુંદર અભિનય માટે બુકે મોકલાવ્યો. આ પહેલાં ફિલ્મ ક્વીન આવી અને એમાં કંગના રનૌતે કરેલા એક્સલન્ટ એક્ટિંગ માટે બુકે મોકલાવ્યો અને શુભેચ્છાઓ પાઠવી. સર તમે એ બધુ કરશો જે અમારે કરવું જોઈએ તો પછી અમે શું કરીશું?

આપણ વાંચો:  Nita Ambaniએ ફરી ચલાવ્યો Black Magic, વિશ્વાસ ના હોય તો જોઈ લો વીડિયો…

કપિલ શર્માની આ વાત સાંભળીને અમિતાભ બચ્ચન અને હાજર દર્શકો પણ એકદમ ખડખડાટ હસી પડ્યા હતા. બિગ બીએ કપિલની આ વાતનો જવાબ આપતા કહ્યું કે ચિંતા ના કરીશ… આજના આ શો બાદ રાતે હું તમને પણ બુકે મોકલાવીશ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button