ટોપ ન્યૂઝનેશનલ

વકફ કાયદા કેસમા સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ , સરકારને સાત દિવસમા જવાબ રજૂ કરવા તાકીદ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની સુનાવણી દરમિયાન સરકારને જવાબ રજૂ કરવા સાત દિવસનો સમય આપ્યો છે. તેમજ જયા સુધી જવાબ રજૂ કરવામા ના આવે ત્યા સુધી વકફ કાયદાના અમલ અંગે યથાશક્તિ જાળવવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વક્ફ એક્ટ કેસમા આગામી સુનાવણી માટે 5 મેની તારીખ નક્કી કરી છે. જ્યારે આગામી સુનાવણીમાં કોઈ વિગતવાર સુનાવણી થશે નહીં.

બોર્ડમાં કોઈ નિમણૂક કરવામાં આવશે નહીં

સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો હતો. જેમા સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે કેન્દ્ર એક અઠવાડિયાની અંદર જવાબ આપવા માંગશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ કોર્ટને ખાતરી આપે છે કે કાઉન્સિલ અને બોર્ડમાં કોઈ નિમણૂક કરવામાં આવશે નહીં. આગામી સુનાવણીની તારીખ સુધી પહેલાથી જ નોંધાયેલ અથવા જાહેર કરાયેલ વકફ સહિત વકફને ડિનોટિફાઇડ કરવામાં આવશે નહીં કે કલેક્ટરને બદલવામાં આવશે નહીં.

આપણ વાંચો:  સુપ્રીમ કોર્ટે વકફ કાયદા મુદ્દે કેન્દ્ર સરકારને આ 3 આકરાં સવાલો પૂછ્યા

હાલમાં કોઈ ફેરફાર થવાનો નથી

સુપ્રીમ કોર્ટ વકફ કાયદા પર વચગાળાનો આદેશ ન આપે તે માટે સરકારે તમામ પ્રયાસ કર્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતા, રાકેશ દ્વિવેદી, રણજીત કુમાર બધાએ દલીલો રજૂ કરી હતી. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલે ખાતરી આપી છે કે હાલમાં કોઈ ફેરફાર થવાનો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button