આમચી મુંબઈ

‘…પોલીસને મૂળભૂત અધિકારો ખબર નથી’ કુણાલ કામરાના વકીલે હાઇ કોર્ટને આવું કેમ કહેવું પડ્યું?

મુંબઈ: એક કોમેડી શો દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પેરોડી ગીત ગાવા બદલ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ FIR દાખલ કરવામાં (FIR Against Kunal Kamra) આવી છે. કુણાલે આ FIR રદ કરવા બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. બુધવારે કોર્ટ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો અને કહ્યું હતું કે કુણાલ કામરાની ધરપકડ કરવાની કોઈ જરૂર નથી. દલીલો દરમિયાન કુણાલ કામરાના વકીલે કહ્યું કે બંધારણના અમલીકરણના 75 વર્ષ પછી પણ પોલીસને મૂળભૂત અધિકારો ખબર નથી.

જસ્ટિસ સારંગ કોટવાલ અને જસ્ટિસ એસ મોડકની બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

કામરાને સતત મળી રહી છે ધમકી:

નોંધનીય છે કે કોમેડી શોની વિડીયો કલીપ જાહેર થયા બાદ હેબીટેટ સેન્ટરમાં શિવ સેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી અને કુણાલ કામરાને જાનથી મારી નાખવાનો ધમકીઓ મળી રહી છે. બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં કુણાલ કામરાના વકીલ નવરોઝ સીરવાઈએ જણાવ્યું કે કુણાલ કામરાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવા છતાં, મુંબઈ પોલીસ પૂછપરછ માટે રૂબરૂ હાજર થવા આગ્રહ રાખી રહી છે. આના પર કોર્ટે પોલીસને કહ્યું કે જ્યાં સુધી આ કેસમાં ચુકાદો ન મળે ત્યાં સુધી કામરાની ધરપકડ ન કરવી.

આ પણ વાંચો: મુંબઈમાં કુણાલ કામરાનું સ્વાગત તો ‘શિવસેના’ સ્ટાઇલથી થશે, કોણે કહ્યું?

વકીલ સીરવાઈએ કહ્યું કે એફઆઈઆરમાં જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ બાબતોથી કોઈ ગુનો નથી બનતો. આમ છતાં, પોલીસ કામરાની ધરપકડ કરવા માટે ઉતાવળ કરી રહી છે.

‘પોલીસ કેમ ઉતાવળ કરી રહી છે?’

સીરવાઈએ કહ્યું, “તેમને 23 માર્ચે રાત્રે 9.30 વાગ્યે વિડીયો ક્લિપ મળી હતી અને 10.45 વાગ્યે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 11.55 વાગ્યે FIR નોંધવામાં આવી હતી. જ્યારે કામરાને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે, માથું કાપી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે અને પોસ્ટરો ચોંટાડવામાં આવી રહ્યા છે, તો પછી પોલીસ કામરાને હાજર થવા પર આટલો ભાર કેમ આપી રહી છે?”

પોલીસને મૂળભૂત અધિકારોની જાણ નથી:

અહેવાલ મુજબ, કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીના કેસમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને ટાંકીને વકીલ સીરવાઈએ કહ્યું કે તેઓ પણ કવિતા વાંચવા બદલ કોઈ ગુનો લાગતો નથી. એ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને સખત ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલી વધી, બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી…

સીરવાઈએ ણે કહ્યું કે ધમકીઓ છતાં હાજરી માટે સમન્સ પથાવવું, તેમના વૃદ્ધ માતા-પિતાને હેરાન કરવા, આ કેટલીક એવા પગલા છે જે સાબિત કરે છે કે બંધારણના અમલીકરણના 75 વર્ષ પછી પણ, પોલીસ મૂળભૂત અધિકારો અંગે જાણતી નથી કે તેમને તેની દરકાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button