
અમદાવાદ : ગુજરાતમા આકરા ઉનાળાની શરૂઆત થઈ છે. રાજ્યમા ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં બુધવારે રાજ્યમા તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમા તાપમાન 40 ડિગ્રી સુધી નોંધાયું હતું. બુધવારે રાજયમા 45 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ઉંચી તાપમાન રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી
જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આવનાર 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. જો કે આ વચ્ચે 48 કલાક બાદ ગરમીથી આંશિક મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત થશે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરી છે. તેમજ 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીથી રાહત થશે.
આપણ વાંચો: વર્ટિકલ એરપોર્ટ માટે સરકારે હાઈ લેવલ કમિટીની રચના કરી: એર ટેક્સીનો માર્ગ મોકળો…
આ જિલ્લાઓના તાપમાન અંગે આગાહી
ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા, જુનાગઢ, કચ્છ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાનની શક્યતા છે. પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભરૂચ, મોરબી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.