આમચી મુંબઈ

…તો મુંબઈ અને નાશિક વચ્ચે દોડાવવામાં આવશે લોકલ ટ્રેન…

મુંબઈ: મુંબઈ સબર્બનનું નેટવર્ક મુંબઈથી લઈને છેક વેસ્ટર્ન રેલવેમાં વાપી-વલસાડ અને સેન્ટ્રલ રેલવેમાં છેક પુણે-નાશિક સુધી વિસ્તર્યું છે ત્યારે આગામી દિવસોમાં મુંબઈથી નાશિક વચ્ચે ડાયરેક્ટ લોકલ ટ્રેન ચાલુ કરવાની યોજના છે. આ યોજના અન્વયે રેલવે પ્રશાસન વિવિધ મુદ્દે વિચારણા કરી રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

નોકરી ધંધા અંગે દરરોજ હજારો લોકો મુંબઇની મુસાફરી કરે છે. ઘણા લોકો મુંબઇ અને નાશિક વચ્ચે એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરે છે. એ માટે પંચવટી એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનોમાં નોકરિયાત વર્ગ દરરોજ મુસાફરી કરે છે. આ કર્મચારીઓ માટે એક મહત્વના અને રાહત આપનારા સમાચાર એ છે કે ટૂંક સમયમાં મુંબઈથી નાશિક સુધી લોકલ ટ્રેનની સર્વિસ શરૂ થાય તો લોકોનું અવરજવર કરવાનું વધુ સુવિધાજનક બની શકે છે.

નાશિક સુધી લોકલ ટ્રેન શરૂ કરવામાં કસારા ઘાટની સમસ્યા હતી, પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ આવી જશે. નવી મનમાડ-કસારા રેલવે લાઈન માટે આખરી મંજૂરી અપાશે. આ રૂટમાં બે મોટી ટનલ અને ઉતાર-ચઢાવ ઓછા હોવાથી રેલ વ્યવહાર ઝડપી બનશે. લોકોનો પ્રવાસ આરામદાયક અને સરળ બનશે.

આ ઉપરાંત, કસારા ઘાટથી મનમાડ રેલવે લાઇન 140 કિમી લાંબી છે અને આ માર્ગ પર સમાંતર રેલવે ટ્રેક નાખવામાં આવશે. નવી રેલ લાઈનથી ટનલનો વ્યાસ વધશે. ઇગતપુરી અને કસારા વચ્ચેના ઘાટ માર્ગ પરના કામથી રેલ મુસાફરી ઝડપી બનશે. નાસિક અને મુંબઈ વચ્ચે લોકલ ટ્રેન શરૂ કરવાનું સરળ બનશે.

કસારા ઘાટ અને મનમાડ વચ્ચે નવો રેલવે ટ્રેક ૧૪૦ કિ.મી.ના માર્ગ પર નાખવામાં આવશે. મધ્ય રેલવેએ આ અંગે પ્રાથમિક યોજના તૈયાર કરી હોવાના અહેવાલ છે. નવી લાઇન પર ન્યૂ નાશિક રોડ, ન્યૂ પાડળી, વૈતરણાનગર અને ચિંચલખૈર એમ ચાર નવા સ્ટેશન બનાવવામાં આવશે.

આ રેલવે લાઈન પર 12 ટનલ હશે, જ્યારે નવી રેલવે લાઇનના નિર્માણથી સમય અને ઇંધણની બચત થશે. આ માટે મધ્ય રેલવેએ લગભગ 4000 કરોડ રૂપિયાનો પ્રાથમિક પ્લાન તૈયાર કર્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો :….તો હવે એ દિવસો દૂર નહીં રહે કે ટ્રેનમાંથી તમે પૈસા ઉપાડી શકશો, કઈ રીતે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button