અમદાવાદમાં ટેક્સીચાલકે અનેક વાહનોની મારી ટક્કરઃ ગુસ્સે ભરાયેલા લોકોએ માર માર્યો, હોસ્પિટલમાં મોત

અમદાવાદઃ અહીં એક ટેક્સીચાલકને કથિત રીતે ટોળાએ ગુસ્સામાં આવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે એક ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર એક ટેક્સીચાલકે અંધાધૂંધ વાહનોને ટક્કર માર્યા પછી ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકનો પીછો કરીને તેને માર માર્યો હતો. આ કેસમાં પાંચથી છ લોકોની અટક કરવામાં આવ્યા પછી કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
વાસણાથી જુહાપુરા વખતે વાહનોને મારી ટક્કર
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુસ્સામાં આવેલા ટોળાએ કથિત રીતે ડ્રાઈવરની હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટના કંઈક એવી હતી કે કેબ ડ્રાઈવરે પહેલા વાસણાથી જુહાપુરા સુધીમાં અનેક વાહનોને ટક્કર મારીને ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેથી ગુસ્સામાં આવેલા લોકોના ટોળાએ માર માર્યો હતો. જોકે, ડ્રાઈવરની હત્યા કરવામાં આવી છે કે તેનું આકસ્મિક મોત થયું છે? એના અંગે પોલીસ તપાસ કરી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ટ્રકે બે મહિલાને અડફેટમાં લીધા બાદ અનેક વાહનોને ટક્કર મારી
કારના બોનેટ પરથી ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો
જોકે, કેબચાલક નશામાં હતો અને તેણે અનેક નશની હાલતમાં કેબ ચલાવીને અનેક વાહનોને ટક્કર મારી હતી. મળતી જાણકારી પ્રમાણે ઈસનપુરમાં રહેનારા કારચાલક નશાની હાલતમાં કાર ચલાવી હતી અને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અનેક વાહનોને ટક્કર મારી હતી.
સમગ્ર ઘટનાને લઈને લોકો ગુસ્સામાં આવી ગયાં હતાં. કારચાલક ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો, પરંતુ ટોળાએ તેનો પીછો કર્યો હતો. બાદમાં કારના બોનેટ પરથી ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ કૌશિક ચૌહાણ તરીકે કરવામાં આવી છે.
આપણ વાંચો: ધારાવી-માહિમ જંકશન પર મોટો અકસ્માત, ટ્રેલરે કાબૂ ગુમાવ્યો અને વાહનોને ટક્કર મારી
સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી
સમગ્ર ઘટનાને લઈને ઝોન 7ની એલસીબી પોલીસ, વેજલપુર પોલીસ અને ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી દીધી હતી. અત્યારે પોલીસ આસપાસના સીસીટીવીની કેમેરા ચેક કરીને ઘટના અંગે તપાસ કરી રહી છે.
વેજલપુર પોલીસ સ્ટેશન પોલીસે અધિકારીએ આ ઘટનાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કારના બોનેટ પાસેથી ટેક્સીચાલકનો મૃતદેહ મળ્યો હતો અને બાદમાં તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અત્યારે આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો છે અને પાંચ-છ લોકોની અટકાયત કરવામાં આવી છે.