બચ્ચન પરિવારને મીડિયાએ કર્યો હતો બેન, Amitabh Bachchanએ આ રીતે સંભાળી હતી વાત…

બોલીવૂડના પ્રેસ્ટિજિયસ અને પાવરફૂલ ફેમિલીની જ્યારે વાત થઈ રહી હોય તે તેમાં સૌથી પહેલાં નામ આવે કપૂર ફેમિલી અને બચ્ચન પરિવારનું નામ ચોક્કસ આવે. પેપ્ઝ બચ્ચન પરિવારના સભ્યની એક ઝલક જોવા માટે આતુર હોય છે, પરંતુ શું તમને ખબર છે કે આ બચ્ચન પરિવાર પર જ એક સમયે પેપ્ઝે બચ્ચન પરિવારને બેન કર્યો હતો? ચોંકી ઉઠ્યા ને?

ચાલો તમને જણાવીએ આ પાછળની આખી સ્ટોરી…
કિસ્સો છે 2007નો. આ જ વર્ષે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના લગ્ન થયા હતા.બચ્ચન પરિવારે આ લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો સાથે કેટલાક રાજકારણીઓને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ આ લગ્નમાં મીડિયાને આમંત્રણ મોકલવામાં આવ્યું નહોતું. જોકે, ત્યાર બાદ પણ પેપ્ઝ ઐશ્વર્યા અભિષેક બચ્ચનના ફોટો ક્લિક કરવા માટે પ્રતિક્ષા બંગલોની બહાર પહોંચી ગયા હતા. જોકે, બચ્ચન પરિવારે સુરક્ષાના ખૂબ જ પુખ્તા ઈંતેજામ કર્યા હતા, જેથી કપલની એક પણ ઝલક મીડિયાને ના મળી શકે.
આ પણ વાંચો: Aishwarya Rai-Abhishek Bachchanના જીવનમાં થશે મોટી ઉથલપાથલ? જાણો કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…

એક સિનિયર ફોટોગ્રાફર વિરંદર ચાવલાએ જણાવ્યું હતું કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્નમાં દિવંગત રાજનેતા અમર સિંહની સિક્યોરિટીએ પેપ્ઝે સાથે ગેરવર્તણૂંક કરી હતી. તેઓમાત્ર પોતાનું કામ કરી રહ્યા હતા. આ જ ઘટનાને કારણે પેપ્ઝ બચ્ચન પરિવારથી ખૂબ જ નારાજ થયા હતા અને એને કારણે તેમણે બચ્ચન પરિવારને બેન કરવાનો નિર્ણય લીધો હતો. આવું કરતાં કરતાં કેટલાક મહિનાઓ પસાર થઈ ગયા.
બચ્ચન પરિવાર હોય એવા કોઈ પણ ઈવેન્ટ્સમાં પેપ્ઝ કવર નહોતા કરતા. આખરે અમિતાભ બચ્ચને મીડિયા સાથે એક મીટિંગ કરી અને તેમની સાથે સારી રીતે વાત કરીને આ સમસ્યાનો સમાધાન કાઢ્યું. આ મીટિંગ બાદ પેપ્ઝે બચ્ચન પરિવાર પર લગાવવામાં આવેલો બેન ઉઠાવી લીધું હતું, એવું પણ ચાવલાએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારમાં જયા બચ્ચન અવારનવાર મીડિયાકર્મી અને પેપ્ઝ સાથે મિસબિહેવ કરતાં જોવા મળે છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહે છે.