સ્પેશિયલ ફિચર્સ

એક જ ડ્રેસ માટે મહિલાઓ જંગે ચડી, વીડિયો વાઈરલ થતાં લોકોએ કહ્યું…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આજે અમે અહીં તમારા માટે એક આવા જ વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ.

આ વીડિયોમાં એક જ ડ્રેસ ખરીદવા બાબતે બે મહિલા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ વીડિયો જોઈને નેટિઝન્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમે પણ જો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

આપણ વાંચો: Dakorના મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે બે મહિલાઓને એક જ સુંદર અને ચમકદાર સૂટ પસંદ પડી ગયો અને આખી રામાયણ થઈ હતી. મહિલાઓ આ એક જ આઉટફિટને લઈને એટલી બધી બાખડી કે તમને એવું લાગશે કે જાણે બિગ બોસનું ગ્રાન્ડ ફિનાલે જોઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર રસ્તાના કિનારા પર એક દુકાન છે જેમાં એક સુંદર સુટ વેચવા માટે મૂકવામાં આવ્યું છે. આ સુટ એક મહિલાને પસંદ પડ્યો અને તેણે એને ખરીદવા માટે દુકાનદાર સાથે વાત પણ કરી લીધી. અહીંયા સુધી બધુ બરાબર હતું, પણ હવે કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો.

બીજી એક મહિલા ત્યાં આવે છે અને તે દુકાનદારને કહે છે કે ભાઈ સૂટ તો હું ખરીદીશ. દુકાનદાર બિચારો એક જ સૂટને બે હાથમાં જોઈને મૂંઝાઈ ગયો અને તે મહિલાઓને સમજાવવા લાગ્યો. પરંતુ મહિલાઓને સમજાવવું એ જ દુકાનદારની ભૂલ થઈ.

આપણ વાંચો: સુરતના લિંબાયતમાં ‘ઓનર કિલિંગ’, બે ભાઈએ ચપ્પાના ઘા ઝીંકી બહેનના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે એક મહિલાઓનું ગ્રુપ કપડાં માટે ઝઘડી રહ્યું છે. એકબીજાને વાળ ખેંચી રહ્યા છે, લાતો અને લાફાઓનો વરસાદ જોવા મળે છે.

આસપાસના લોકો પણ મહિલાઓને છોડાવવાને બદલે આ હાઈવોલ્ટેજ ડ્રામા જોઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઘર કે કલેશ નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધી હજારો લાખો લોકો જોઈ ચૂક્યા છે.

આ વીડિયો પર યુઝર્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આંટીઓએ પોતાનો આપો ખોઈ દીધો.

બીજા એક યુઝરે લખ્યું હતું કે પરંતુ બંનેના કપડાનો ટેસ્ટ અલગ અલગ લાગે છે તો ત્રીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભૂલ તો દુકાનદારની છે, તેણે એક જ ડિઝાઈનના બે જોડી કપડાં રાખવા જોઈએ. તમે પણ જો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button