મનોરંજન

વહુ Shloka Ambani સામે આ કોની સાથે ફોટો ક્લિક કરાવ્યો Mukesh Ambaniએ? નીતા અંબાણી જોશે તો…

અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા (Shloka Mehta) પરિવારની બાકી મહિલાઓની જેમ જ પોતાની ફેશનસેન્સ અને સાદગીને કારણે અવારનવાર લાઈમલાઈટમાં આવતી રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર શ્લોકા મહેતાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે સસરા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નણંદ ઈશા અંબાણી (Isha Ambani) સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન શ્લોકાએ કંઈક એવું કર્યું કે જેને કારણે લોકોને શ્લોકાની સાદગીના વખાણ કરતાં નથી થાકી રહ્યા. એટલું જ નહીં પણ મુકેશ અંબાણી પણ નીતા અંબાણી નહીં કોઈ બીજી જ મહિલા સાથે ફોટો ક્લિક કરાવતાં જોવા મળી રહ્યા છે.

આવો જોઈએ આખરે એવું તે શું કર્યું શ્લોકાએ અને કોણ છે મહિલા જેની સાથે મુકેશ અંબાણીએ ફોટો ક્લિક કરાવ્યો-
મુકેશ અંબાણી પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે અને સંતાનો સાથે મુકેશ અંબાણી એક અલગ જ બોન્ડ શેર કરે છે. મુકેશ અંબાણી પોતાના ત્રણેય સંતાનો આકાશ, ઈશા અને અનંત અંબાણી સિવાય બંને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે સ્ટ્રોન્ગ બોન્ડ શેર કરે છે. હાલમાં ફરી એકવખત મુકેશ અંબાણીનો મોટી વહુ શ્લોકા સાથેનો સ્પેશિયલ બોન્ડ જોવા મળ્યો હતો.


વાત જાણે એમ છે કે મુકેશ અંબાણી, શ્લોકા મહેતા અને અને ઈશા અંબાણી સાથે એક એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા હતા જ્યાં ત્રણેય સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતાં જોવા મળ્યા હતા. આ ઈવેન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં શ્લોકા પોતાના સસરા મુકેશ અંબાણી અને એના ફેન સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને લોકો સસરા વહુના બોન્ડના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાતના બે વાગ્યે શું કરે છે Mukesh Ambani? દીકરા આકાશ અંબાણીએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

આ સિવાય ઈશા પણ પોતાની ભાભી શ્લોકાના હાથ પકડીને ઈવેન્ટમાં ચાલતી જોવા મસલી રહી છે. ત્રણેયનો બોન્ડ નેટિઝન્સ એકદમ ખુશ થઈ ગયા હતા. આ સાથે સાથે જ શ્લોકા અને ઈશાના એથનિક આઉટફિટ્સની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: અંબાણી પરિવારની આ માનુનીનો લેડી બોસનો લૂક જોયો કે? એક વાર જોશો તો…

ઈશાએ આ સમયે ટીલ ગ્રીન કલરનું સુંદર ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી. ઈશાએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે મેચિંગ હાઈ પંપ હીલ્સ અને ગ્રીમ એમરાલ્ડ ગ્રીન ડ્રોપ ઈયરરિંગ્સ પહેર્યા હતા. વાત કરીએ શ્લોકાની તો આ સમયે તેમણે ક્લાસિક બ્લેક સૂટ પહેર્યો હતો. શ્લોકાના ફૂલ સ્લીવ્ઝવાળા કુર્તા પર સિક્વન્સ, ફ્લોરલ વર્લ જોવા મળી રહ્યું છે. તેમણે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે ઓવરસાઈઝ્ડ ડાયમંડ સ્ટડ ઈયરરિંગ્સ અને બ્રેસલેટ પહેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button