પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરવાના હો તો જાણી લો ‘મહાજમ્બો બ્લોક’ની વિગત નહીં તો પસ્તાશો!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર છે કે આગામી બે-ત્રણ દિવસ પશ્ચિમ રેલવેની ટ્રેનસેવા રાતના સમયે મર્યાદિત અને ભીડવાળી હોઈ શકે છે, તેથી પ્રવાસીઓએ યોજનાબદ્ધ ટ્રાવેલ કરવાનું ફાયદાકારક રહી શકે છે. 11-12 અને 12-13 એપ્રિલના રાતથી લઈને સવાર સુધી માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે 20 નંબરના બ્રિજના રિ-ગર્ડરિંગને કારણે બે વિશેષ જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે, જેથી પશ્ચિમ રેલવેમાં સબર્બન અને નોન-સબર્બનની ટ્રેનસેવા પર અસર રહેશે.
પશ્ચિમ રેલવેમાં માહિમ ખાતે બ્રિજના રી-ગર્ડરિંગને કારણે પશ્ચિમ રેલવેના કોરિડોરની 500થી વધુ ટ્રેનસેવા પર અસર થશે, જેમાં 334 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 180થી વધુ ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવશે. શુક્રવાર-શનિવાર અને શનિવાર-રવિવારના એમ બે નાઈટ બ્લોકને કારણે મોડી રાતથી લઈને વહેલી સવારથી બપોર સુધીની ટ્રેનનું શેડયૂલ ખોરવાશે.
પશ્ચિમ રેલવેમાં માહિમ સ્થિત ખાડી ખાતે બ્રિજના રિ-ગર્ડરિંગને કારણે આવીતકાલે કૂલ મળીને 519 ટ્રેનની સર્વિસ પર અસર થશે. આવતીકાલે રાતના સાડા નવ કલાકનો બ્લોક રહેશે,
પશ્ચિમ રેલવેમાં 11-12 અને 12-3 એપ્રિલના વિશેષ નાઈટ બ્લોકને કારણે સેંકડો ટ્રેનસેવા પર અસર થશે. માહિમ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે પુલના રી-ગર્ડરિંગને કારણે અનેક લોકલ ટ્રેન અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના શેડયૂલ ખોરવાશે.
આવતીકાલે પહેલો બ્લોક 11 એપ્રિલના રાતના 11 વાગ્યાથી 12મી એપ્રિલના સવારના 8.30 વાગ્યા સુધી બ્લોક રહેશે, જ્યારે બીજો બ્લોક 12મી એપ્રિલના રાતના 11.30 વાગ્યાથી 13મી એપ્રિલના સવારના નવ વાગ્યા સુધી બ્લોક રહેશે. સ્લો અને ફાસ્ટ કોરિડોરની ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે એક્સ્ટ્રા ટેન પણ દોડાવવાને કારણે અમુક તબક્કે પ્રવાસીઓને ડે ટાઈમમાં રાહત થઈ શકે છે, પરંતુ પૂર્વ આયોજન કરીને ટ્રાવેલ કરવાનું રાતના સમયે ફાયદાકારક સાબિત થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે કૂલ મળીને 334 ટ્રેન રદ્દ કરવામાં આવી છે, જેમાં 11 એપ્રિલના 132 અને 12 એપ્રિલના 202 ટ્રેનનો સમાવેશ થાય છે, જ્યારે 185 ટ્રેન આંશિક રીતે રદ્દ રહેશે, જેમાં 68 પહેલા અને બીજા દિવસે 117 ટ્રેનનો સમાવેશ થાય છે. વિશેષ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે 110 વધુ ટ્રેન પર દોડાવશે, 11 એપ્રિલના 42 અને 12 એપ્રિલના 68 ટ્રેન દોડાવવામાં આવશે. જોકે, લાંબા અંતરની નવ ટ્રેન આંશિક રીતે રદ્દ રહેશે, જ્યારે 11 અન્ય ટ્રેનને રેગ્યુલેટ અથવા રી-શેડયૂલ કરવામાં આવી છે.
11-12 એપ્રિલ અને 12-13 એપ્રિલના રાતના માહિમ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે બ્લોકને કારણે અમુક ટ્રેનોને મહાલક્ષ્મી, લોઅર પરેલ, પ્રભાદેવી, માટુંગા રોડ, માહિમ અને ખાર રોડ સ્ટેશન પર હોલ્ટ રહેશે. તમારી યોજના પ્રમાણે ટ્રાવેલ કરવાનું હિતાવહ રહેશે. પશ્ચિમ રેલવે ચર્ચગેટથી પાલઘર જિલ્લાના દહાણુ રોડ સુધી રોજની 1,400થી વધુ ટ્રેન સર્વિસીસ છે, જ્યારે 100થી વધુ એસી લોકલ ટ્રેનનો સમાવેશ થાય છે. બે નાઈટ બ્લોકને કારણે 500થી વધુ ટ્રેન રદ્દ થવાથી ટ્રેનોમાં ભીડ વધી શકે છે, જ્યારે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વધી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આવતીકાલે લોકલ ટ્રેનસેવાની પેટર્ન
બે દિવસના નાઈટ બ્લોક પૈકી આવતીકાલે શુક્રવારે રાતના 10.23 વાગ્યાથી 11.58 વાગ્યા સુધીની તમામ સ્લો લોકલ ટ્રેનને મુંબઈ સેન્ટ્રલ અને સાંતાક્રુઝની વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવવામાં આવશે, પરિણામે સ્લો લોકલ મહાલક્ષ્મી, લોઅર પરેલ, પ્રભાદેવી, માટુંગા રોડ, માહિમ અને ખાર રોડ સ્ટેશનનો હોલ્ટ રહેશે નહીં. ચર્ચગેટથી બોરીવલીની લાસ્ટ સ્લો લોકલ 10.15 વાગ્યાની રહેશે, ત્યારબાદ તમામ ટ્રેન ફાસ્ટ કોરિડોરમાં દોડાવવામાં આવશે.
આપણ વાંચો: રસ્તાના કૉંક્રીટીકરણની ૩૧ મેની મુદત પૂરી કરવા રેડી મિક્સ કૉંક્રીટની સપ્લાય ચેન મજબૂત કરાશે
એ જ રીતે અપ લાઈનમાં વિરાર, ભાયંદર અને બોરીવલીથી સ્લો ટ્રેન પણ સાંતાક્રુઝ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સ્લો લાઈનમાં હોલ્ટ રહેશે નહીં, જેથી ખાર, માહિમ, માટુંગા, પ્રભાદેવી, લોઅર પરેલ અને મહાલક્ષ્મીમાં હોલ્ટ રહેશે નહીં.
આવતીકાલે ચર્ચગેટથી લાસ્ટ સ્લો લોકલ રાતના 11.40 વાગ્યાની વિરાર હશે, જે મહાલક્ષ્મી, લોઅર પરેલ, માટુંગા, માહિમ, ખાર રોડનો હોલ્ટ રહેશે નહીં, જ્યારે ભાયંદરથી ચર્ચગેટની લાસ્ટ સ્લો લોકલ રાતના 10.23 વાગ્યાની રહેશે.
આવતીકાલે ચર્ચગેટથી લાસ્ટ ફાસ્ટ લોકલ ટ્રેન 11.40 વાગ્યાની વિરારની ટ્રેન રહેશે, જ્યારે વિરારથી ચર્ચગેટની રાતના લાસ્ટ ફાસ્ટ લોકલ ટ્રેન 11.58 વાગ્યાની રહેશે.
શુક્રવારે ચર્ચગેટથી લાસ્ટ લોકલ રાતના 12.05 વાગ્યાની ચર્ચગેટ અને વિરારની રહેશે, જ્યારે બ્લોકના પિરિયડ વખતે દાદર અને ચર્ચગેટ વખતે ફાસ્ટ લાઇનમાં ટ્રેન દોડાવવામાં આવશે.
બ્લોકના સમયગાળા દરમિયાન ગોરેગાંવ-બાંદ્રાની ચાલુ રહેશે, જ્યારે વિરાર-અંધેરી વચ્ચેની લોકલ ટ્રેનો પણ રેગ્યુલર રીતે ચાલુ રહેશે.