હાર્દિક પંડ્યાને છૂટાછેડા આપ્યા પછી નતાશા સ્ટેનકોવિક શું કરે છે, જુઓ તસવીરો…

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશાના થોડા વખત પહેલા છૂટાછેડા થયા છે. હાર્દિક પંડ્યાથી છૂટાછેડા પછી નતાશા સ્ટેનકોવિક એક પછી એક વેકેશન માણી રહી છે. હાલમાં તેણે તેના ગોવા વેકેશનની તસ્વીરો શેર કરી છે.

તસવીરોમાં નતાશા સ્ટેનકોવિકે લીલા અને વાદળી રંગની બિકિની પહેરેલી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે માથા પર ટોપી પહેરી છે. એક ફોટામાં, અભિનેત્રીએ બીચ પર સૂતી વખતે બિકિનીમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કર્યું હતું. આ દરમિયાન તેણે ટોપીથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો.

અન્ય એક ફોટામાં અભિનેત્રી જાંબલી રંગની બિકિની પહેરેલી જોવા મળી હતી. તે દરમિયાન તેનો પુત્ર પણ તેની સાથે જોવા મળ્યો હતો. એક ફોટામાં નતાશા અને હાર્દિકનો દીકરો દરિયાના પાણીમાં દોડતો જોવા મળે છે. ગોવાની ટ્રીપ દરમિયાન, નતાશાએ તેની ગર્લ ગેંગ સાથે ખૂબ મજા કરી હતી અને મિત્રો સાથેની મિરર સેલ્ફી પણ શેર કરી હતી.

એક તસવીરમાં નતાશા તેના લાડકા દીકરાને તેડીને પોઝ આપ્યો હતો, જ્યારે અન્ય એક ફોટામાં, નતાશા પુલમાં મજા માણતી જોવા મળી હતી, જ્યારે બીજા ફોટામાં તે રંગોથી રંગાયેલા તેના ચહેરાને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ અગાઉ સ્ટેનકોવિક પણ પ્રેમમાં પડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. હાર્દિક જાસ્મિન સાથે અફેર હોવાની ચર્ચાને કારણે હવે નતાશા સ્ટેનકોવિકે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા નવી વાતે જોર પકડ્યું હતું. ફોલિંગ ઈન લવ અગેઈન ફિલ્સ નાઈસ લખ્યું હતું, જે પોસ્ટ વાઈરલ થયા પછી લોકોએ તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી હતી.
આપણ વાંચો : આટલી છે Natasa Stankovikની Networth, આ રીતે ચાલશે લગ્ન બાદ ખર્ચ…