આટલી છે Natasa Stankovikની Networth, આ રીતે ચાલશે લગ્ન બાદ ખર્ચ…
છેલ્લાં કેટલાય સમયથી હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિક (Hardik Pandya-Natasha Stankovik) વચ્ચેના મતભેદ ચાલી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા, પરંતુ હવે ગઈકાલે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઓફિશિયલી ડિવોર્સની જાહેરાત પણ કરી દીધી છે. દરમિયાન ડિવોર્સ બાદના ભરણપોષણને લઈને સોશિયલ મીડિયા પર અને વેબ પોર્ટલ પર જાત જાતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે નતાસાની સોર્સ ઓફ ઈનકમ શું છે, તેની પાસે કેટલી પ્રોપર્ટી છે અને તેની નેટવર્થ કેટલી છે એ બાબતે પણ ચર્ચાનું કારણ બની છે. ચાલો તમને જણાવીએ નતાસાની નેટવર્થ કેટલી છે અને ડિવોર્સ બાદ કઈ રીતે નતાસા ઘર ચલાવશે-
નતાસા સ્ટેનકોવિક એક મોડેલ, એક્ટ્રેસ અને ડાન્સર પણ છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો હાર્દિક પંડ્યાની નેટવર્થ (Hardik Pandya Networth) ભલે 91 કરોડ રૂપિયા જેટલી હોય, પણ વાત કરીએ નતાસાની નેટવર્થ 20 કરોડ રૂપિયા છે, જે હાર્દિક કરતાં ખૂબ જ ઓછી છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે હાર્દિક છુટાછેડા બાદ નતાસાને વળતર કે ભરણપોષણ પેટે ખાસ્સી મોટી રકમ આપી શકે છે, પણ આ વિશે હાલ તો કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો.
વાત કરીએ ડિવોર્સ બાદ ગુજરાન ચલાવવાની તો નતાસા એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે અને એનાથી પણ તે કમાણી કરે છે. આ સિવાય ડાન્સિંગ, એક્ટિંગ અને મોડેલિંગ કરીને પણ તે સારી એવી કમાણી કરી લે છે.
ચોથી માર્ચ, 1992માં સર્બિયામાં જન્મેલી નતાસાએ 17 વર્ષની ઉંમરમાં ડાન્સ શિખી હતી અને ત્યારથી જ તેણે મોડેલિંગ પણ શરૂ કરી દીધી હતી. બોલીવૂડમાં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહથી નતાસાએ ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તેણે બિગ બોસ-8 અને નચ બલિયે જેવા શોમાં પણ ભાગ લઈ ચૂકી છે.