આમચી મુંબઈ

સુપ્રિયા સુળે આજે પુણેમાં શા માટે ધરણા પર બેઠા હતા, જાણો કારણ?

પુણે: બારામતીના પોતાના મતક્ષેત્રમાં ૧.૫ કિલોમીટરના રસ્તાનું સમારકામ કરાવવાની માગણી સાથે એનસીપી-એસપીનાં સાંસદ સુપ્રિયા સુળે આજે ધરણા પર બેઠા હતા. પુણે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના કાર્યાલયની બહાર શ્રી ક્ષેત્ર બાનેશ્વર ગામના સ્થાનિકો સાથે સુળે બપોર સુધી ધરણા પર બેઠા હતા.

ભોર તહેસિલના નાસરાપુરથી બાનેશ્વર મંદિર વચ્ચેના ૧.૫ કિલોમીટરના રસ્તાની હાલત બહુ જ ખરાબ છે, પરંતુ તેના સમારકામ માટેની માગણી પર પ્રશાસન દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, એમ સુળેએ પત્રકારોને જણાવ્યું હતું.

‘અમે નવા રસ્તાની માગણી જ નથી કરી રહ્યા. અમારી માગણી છે કે ફક્ત મંદિર સુધી જતા માર્ગનું સમારકામ કરાવવામાં આવે, કારણ કે તેમાં ખાડાઓ પડી ગયા છે’, એમ તેમણે કહ્યું હતું. વીડિયો પણ વાઈરલ થયા પછી લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપી હતી.

X

આ માર્ગનું કોંક્રિટીકરણ કરાવવાની વાંરવાર માગણી કરી છે, પણ હજી કોઇ પગલાં લેવાયા નથી. પ્રશાસનને વાંરવાર વિનંતી કરીને કંટાળી ગયા બાદ અમે ધરણા પર બેસવાનું નક્કી કર્યું હતું, એમ સુળેએ જણાવ્યું હતું.

આ વિસ્તારમાં રોડ વિકાસ માટે ૯૦૦ કરોડનો પ્રસ્તાવ છે જેને અમે આવકારીએ છીએ. આ કામ માટે બેથી ત્રણ વર્ષ લાગશે, પણ ત્યાં સુધી આ ખાડાઓ તો ભરી દેવાની અમારી વિનંતી છે, એમ એનસીપી-એસપીનાં નેતાએ વધુમાં જણાવ્યું હતું. 
(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button