KKR vs LSG: અજિંક્ય રહાણેએ ટોસ જીતી આ નિર્ણય કર્યો, જાણો બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

કોલકાતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 21મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં રમાઈ રહી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. LSGની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરશે. KKR એ ટીમમાં એક ફેરફાર કર્યો છે. મોઈન અલીને આજે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે LSGની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ-11:
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ-11:
મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, અવેશ ખાન અને દિગ્વેશ સિંહ રાઠી.
IPL 2025ના પોઈન્ટ ટેબલમાં KKR પાંચમા સ્થાને છે અને LSG છઠ્ઠા સ્થાને છે. KKRએ આ સિઝનમાં રમાયેલી 4 મેચમાંથી 2 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. LSGનું પ્રદર્શન પણ એવું જ રહ્યું છે. LSGને પહેલી 2 મેચમાં હાર મળી હતી, ત્યાર બાદ બે મેચમાં જીત મેળવી. બંને ટીમો આજે પોતાની ત્રીજી જીત માટે લડશે.
આપણ વાંચો: ભુવનેશ્વર કુમારનો આઇપીએલમાં રેકોર્ડ, બોલર્સમાં હવે આ ખેલાડી બની ગયો…
KKR અને LSGનો હેડ ટૂ હેડ રેકોર્ડ:
2022 થી IPLમાં KKR અને LSG વચ્ચે પાંચ મેચ રમાઈ છે. જેમાંથી LSGએ 3 મેચ જીતી છે, જ્યારે KKRએ 2 મેચ જીતી છે. KKR સામે LSGનો સર્વોચ્ચ સ્કોર 210 રન છે. જ્યારે LSG સામે KKRનો સર્વોચ્ચ સ્કોર 235 રન છે.