હવે AI તમારા કપડાં પણ ગોઠવી આપશે! Google Gemini Liveમાં આવ્યું ખાસ અપડેટ….

નવી દિલ્હીઃ AIએ ડિજિટલ દુનિયામાં મોટા ક્રાંતિ લાવી છે, ભાગ્યે જ કોઈ પણ ક્ષેત્ર એવું હશે જ્યાં AIનો ઉપયોગ ન કરવામાં આવતો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુગલના AI આસિસ્ટન્ટ Gemini Liveને કંપનીએ વધારે આધુનિક બનાવ્યું છે. Google એ બ્લોગપોસ્ટમાં પોસ્ટ કરીને આ અંગે માહિતી શેર કરી છે. હવે Gemini Live માં લોકો સરળતાથી ઓન કેમેરા વાત કરી શકશે. એટલું જ નહીં પરંતુ સૌથી મોટી વાત એ છે કે, Gemini Live પર લોકો હિંદી સહિત 45 પ્રકારની ભાષાઓમાં વાત કરી શકશે.
Google એ બ્લોગપોસ્ટમાં આ અંગે માહિતી શેર કરી
ઉલ્લેખનીય છે કે, કંપનીએ એક બ્લોગપોસ્ટ દ્વારા માહિતી આપી છે કે આજથી તે Pixel 9 અને Samsung Galaxy S25 ઉપકરણોથી શરૂ કરીને, Gemini Live સાથે વધુ લોકોને જોડવા જઈ રહી છે. ગૂગલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ વિગતો શેર કરવામાં આવી છે. Gemini Liveથી વાતચીત કરવા માટે લોકોએ પહેલા જેમિનીને સક્રિય કરવું પડશે અને ફોટામાં બતાવેલ ટોચના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
Gemini Liveનો ઉપયોગ કેવી રીતે કરવાનો?
વીડિયો કોલ દ્વારા જેવી રીતે સામેની વ્યક્તિ સાથે વાત કરવામાં આવે તો, તેવી રીતે હવે Gemini Liveમાં પણ લોકો પોતાના કોન્ટેન્ટ વિશે પ્રશ્રો પૂછી શકશે. આ Gemini Live દ્વારા તેમ માત્ર સવાલ જવાબ જ નહીં પરંતુ કોઈ ફોટા વિશે પણ માહિતી મેળવી શકશો. Gemini Live લોકોને અનેક રીતે ઉપયોગી થવાનું છે, ખાસ કરીને જેમિની લાઈવનો ઉપયોગ વપરાશકર્તાઓને તેમના ઘરની વસ્તુઓ ગોઠવવામાં મદદ કરવા માટે થઈ શકે છે. આ માટે, તમારે તમારા ઘરમાં પડેલી વસ્તુઓ જેમિની લાઈવને બતાવવી પડશે. જેથી Gemini Live તમને એ સમાન કેવી રીતે ગોઠવવો તેની માહિતી આપી દેશે.
આ પણ વાંચો: PM Modi એ મસ્કને ભારતમાં આવકાર્યા પણ મસ્કના Grokએ તો ભાજપ-RSS માટે ઉપાધિ નોતરી
તમારા કામને સરળ કરવા માટે Gemini Live કરશે મદદ
મહત્વની વાત એ છે કે, ગૂગલે બ્લોગપોસ્ટમાં કુલ 5 પદ્ધતિઓ સમજાવી છે, જેનો ઉપયોગ કરીને તમે તમારું કાર્ય સરળતાથી પૂર્ણ કરાવી શકો છે. તમારા કામને સરળ કરવા માટે Gemini Live સારી એવી મદદ કરશે. નવીનતમ અપડેટ હજી દરેક ફોનમાં નથી આવ્યું પરંતુ જેમિની એપ દ્વારા તેની સુવિધાઓ બધા એન્ડ્રોઈડ ઉપકરણો સાથે કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગૂગલના આ ફિચરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.