અમેરિકના ટેરિફ વોર સહિત આ કારણોથી વૈશ્વિક શેરબજારમા હાહાકાર, મંદીના સંકેત

મુંબઇ : ભારતીય શેરબજારમા થયેલો કડાકો રોકાણકારો માટે નિરાશાજનક રહ્યો. જેમા ફક્ત પાંચ મિનિટમાં જ રોકાણકારોને લગભગ 19 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું. નિફ્ટી લગભગ 1000 પોઈન્ટ નીચે ગયો. છેલ્લા 10 મહિનામાં નિફ્ટીમાં આ સૌથી મોટો ઘટાડો હતો. રિલાયન્સથી લઈને ટીસીએસ સુધીના શેરમાં ઘટાડો જોવા મળ્યો.
ત્યારે અમેરિકન ટેરિફની જાહેરાત બાદ અમેરિકાથી ચીન, દક્ષિણ કોરિયાથી ભારત સુધીના શેરબજારોમાં ભારે અફડા તફડી જોવા મળી છે. તેમજ આ હજુ પણ ચાલુ રહેવાના સંકેત છે.જોકે, બજારની અફડ તફડી આ સિવાય પણ અનેક કારણો છે. આવો તેની પર નજર કરીએ
આપણ વાંચો: ભારતીય શેરબજારમા હાહાકાર, માર્કેટ કેપમા 19.45 લાખ કરોડનું ધોવાણ…
ટેરિફ વોરથી આર્થિક મંદીની શકયતા
ટ્રમ્પ વહીવટીતંત્રે જ્યારથી ટેરિફની જાહેરાત કરી છે અને વિશ્વભરના 180 થી વધુ દેશોને તેના દાયરામાં લાવ્યા છે. ત્યારથી ફુગાવો વધવાનો, કોર્પોરેટ નફામાં ઘટાડો થવાનો અને બજારના નેગેટિવ સેન્ટિમેન્ટની આશંકા હતી.
જો નિષ્ણાતોનું માનવું હોય તો આનાથી વૈશ્વિક આર્થિક વિકાસ પર ભારે અસર પડી શકે છે. પરંતુ જો આ નીતિ લાંબા સમય સુધી સમાન રહેશે તો વૈશ્વિક મંદી નિશ્ચિત છે. જો વૈશ્વિક મંદી આવશે તો ભારત પર પણ તેની વધતા ઓછા અંશે અસર ચોક્કસ પડશે
આપણ વાંચો: શેરબજારમાં અધધધ ૪૦૦૦ પોઈન્ટનો કડાકો…
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ બેઠક
આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ બેઠક 7 થી 9 એપ્રિલ દરમિયાન યોજાઈ રહી છે. જેના પરિણામો 9 તારીખે જાહેર કરવામાં આવશે. જોકે, એવી અપેક્ષા છે કે આ વખતે આરબીઆઈ તરફથી 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.
જો આવું થાય તો તે બજાર માટે સકારાત્મક સંકેત હશે. આ સાથે રિટેલ ઇનફલેશન અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા 11 એપ્રિલે જાહેર કરવામાં આવશે. આનાથી ભારતીય અર્થતંત્રની સ્થિતિને સમજવામાં પણ ઘણી હદ સુધી મદદ મળશે.
આપણ વાંચો: યુએસ ટેરિફ વોરના દબાણથી શેરબજારમા બ્લેક મંડે , સેન્સેક્સ અને નિફ્ટીમાં કોરોના બાદનો મોટો ઘટાડો
નીતિગત પ્રતિભાવના અભાવે અનિશ્ચિતતામાં વધારો
ટેરિફની જાહેરાત પછી શેરબજારમાં સતત ઘટાડા પર પ્રતિક્રિયા આપતાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ક્યારેક કંઈક સુધારવા માટે પગલા જરૂરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
જ્યારે અમેરિકન શેરબજાર નિષ્ણાતનું માનવું છે કે, બજારમાં વેચવાલી અંગે ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી કોઈ નીતિગત પ્રતિભાવનો અભાવ અનિશ્ચિતતામાં વધારો કરી રહ્યું છે.
જે એ વલણને મજબૂત બનાવે છે કે આ સ્થિતિ લાંબા ગાળા સુધી યથાવત રહી શકે છે. જયા સુધી ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી કોઇ સ્પષ્ટ વલણ નહિ આવે ત્યાં સુધી અસ્થિરતા ઉચ્ચ સ્તર પર રહેવાની શક્યતા છે.
યુએસ નાસ્ડેક બજાર લગભગ 7 ટકાના ઘટાડા સાથે બંધ થયું
બીજી તરફ સોમવારે એશિયન શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. જ્યાં બજાર ખુલતાની સાથે જ જાપાનનો નિક્કી 225 પોઈન્ટ ઘટ્યો. જ્યારે, ઓસ્ટ્રેલિયાનો S&P 200 6.5 ટકા ઘટીને 7184.70 પર, દક્ષિણ કોરિયાનો કોસ્પી 5.5 ટકા ઘટીને 2328.52 પર બંધ રહ્યો.
આ પહેલા, શુક્રવારે યુએસ નાસ્ડેક બજાર લગભગ 7 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું. જોકે, નિષ્ણાતો માને છે કે આ ઘટાડો કંઈ નથી, જો પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં નહીં આવે તો અમેરિકન બજારની સ્થિતિ 1987 જેવી થઈ શકે છે.