નેશનલ

‘આ વાત તો કોલેજના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ ખબર હોય…’ ચિદમ્બરમે વડાપ્રધાન મોદીના નિવેદને વખોડ્યું

ચેન્નઈ: કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભાષા મામલે વિવાદ ચાલી રહ્યો છે, તમિલનાડુ સરકાર ફંડ એલોકેશનમાં ભેદભાવ મામલે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી (Tamilnadu-Centre tension) રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ તાજેતરમાં એક નિવેદનમાં દાવો કર્યો હતો કે કેન્દ્રએ તમિલનાડુના વિકાસ માટે 2014 પહેલાના સમયગાળાની તુલનામાં ત્રણ ગણું વધુ ભંડોળ ફાળવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ(P Chidambaram)એ વડા પ્રધાન મોદી પર તેમના નિવેદન અંગે પ્રહાર કર્યા હતાં.

UPA સરકારમાં નાણા પ્રધાન રહેલા પી ચિદમ્બરમે કહ્યું કે અર્થશાસ્ત્રના પ્રથમ વર્ષના વિદ્યાર્થી પણ કહી શકશે કે “ઇકોનોમિક મેટ્રિક” હંમેશા પાછલા વર્ષોની તુલનામાં વધારે રહે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં ચિદમ્બરમે લખ્યું, “માનનીય વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો સતત કહી રહ્યા છે કે તેમણે 2014-24માં તમિલનાડુને 2004-14 કરતાં વધુ ફંડ આપ્યું છે. ઉદાહરણ તરીકે, માનનીય વડા પ્રધાને કહ્યું હતું કે તેમની સરકારે તમિલનાડુમાં રેલ્વે પ્રોજેક્ટ્સ માટે પહેલા કરતાં સાત ગણા વધુ પૈસા આપ્યા છે. અર્થશાસ્ત્રના પ્રથમ વર્ષના વિદ્યાર્થીને પૂછો, તો તે પણ તમને કહેશે કે ‘આર્થિક મેટ્રિક’ હંમેશા પાછલા વર્ષો કરતા વધારે રહે છે. GDP નું કદ હવે પહેલા કરતા મોટું છે. કેન્દ્રીય બજેટનું કદ પાછલા વર્ષ કરતા દર વર્ષે મોટું છે. સરકારનો કુલ ખર્ચ પાછલા વર્ષ કરતા દર વર્ષે વધુ રહે છે.”

આ પણ વાંચો: કર્ણાટક કોંગ્રેસમાં ડખાઃ શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથેની બેઠકમાં રાહુલ ગાંધી થયા નારાજ?

તેમણે સવાલ પૂછ્યો કે “તમે દર વર્ષે પાછળના એક વર્ષથી એક વર્ષ મોટા થાઓ છો. ‘સંખ્યા’ની દ્રષ્ટિએ, આ આંકડો મોટો હશે પણ શું તે GDPના પ્રમાણના સંદર્ભમાં કે કુલ ખર્ચના પ્રમાણના સંદર્ભમાં વધારે છે?”

વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું?

તમિલનાડુના શાસક પક્ષના નેતાઓ ભંડોળની ફાળવણી અંગે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા છે. રવિવારે રાજ્યની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે 2014 પહેલાના સમયગાળાની તુલનામાં છેલ્લા દાયકામાં તમિલનાડુના વિકાસ માટે ત્રણ ગણા વધુ નાણાં ફાળવ્યા છે. તેમણે કહ્યું કે ભંડોળમાં થયેલા વધારાથી તમિલનાડુના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાયદો થયો છે. ફાળવણીમાં વધારો થવા છતાં, કેટલાક લોકો ભંડોળ માટે રડ્યા કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button