IPL 2024સ્પોર્ટસ

INDvsNZ: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી, પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર

ICC મેન્સ ODI વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પહેલા બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરશે.

ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. મોહમ્મદ શમીનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને પણ આરામ આપવામાં આવ્યો છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સુપરહિટ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાવા જઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બંને ટીમો અત્યાર સુધી અજેય રહી છે. માટે આજની મેચ રોમાંચક રહે તેવી શક્યતા છે. હાલમાં ધર્મશાળામાં તડકો નીકળેલો છે, વરસાદની કોઈ સંભવાના નથી.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.


જો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ODI મેચો પર નજર કરીએ તો ભારતીય ટીમનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 116 મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 58 મેચ જીતી છે. જ્યારે ન્યુઝીલેન્ડે 50 મેચ જીતી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button