યમુના નદીની સાફસફાઈ ખુબજ અસંતોષકારક: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે(NGT) યમુના નદીની સાફસફાઈની સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. NGT અનુસાર, યમુના નદીની સ્વચ્છતા ‘સંતોષકારક સ્થિતિથી ઘણી દુર’ છે. એનજીટીએ નોંધ્યું કે દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) અને દિલ્હી સરકાર સહિત અન્ય એજન્સીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા અહેવાલોમાં ઘણી ‘ક્ષતિઓ’ હતી.
આહેવાલમાં સમાવિષ્ટ નદીમાં નાળાઓના નિકાલની દેખરેખ, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) અને નદીના ડૂબી ગયેલા વિસ્તારોને પુનઃસ્થાપિત કરવા જેવા મુદ્દાઓ સંબંધિત માહિતીમાં ક્ષતિઓ જોવા મળી હતી.
એનજીટીના અધ્યક્ષ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની બેન્ચે નોંધ્યું હતું કે ટ્રિબ્યુનલના અગાઉના નિર્દેશોના આધારે, દિલ્હી સરકાર, DJB, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને હરિયાણાએ નદી અંગે સ્થિતિ અહેવાલો દાખલ કર્યા હતા. બેન્ચે જણાવ્યું હતું કે રિપોર્ટમાં ઘણી ખામીઓ છે, જેમાં ટ્રીટેડ અને અન-ટ્રીટેડ ગંદા પાણીને નદીમાં છોડતા નાળાઓની વિગતોમાં ખામીઓ છે. અહેવાલમાં બાંધવામાં આવેલા, અપગ્રેડ કરેલા અને હાલમાં કાર્યરત STP અંગે કોઈ ઉલ્લેખ નથી.
આદેશમાં કહેવામાં આવ્યું કે અહેવાલમાં કૃષિ, બાગાયત, બાંધકામ પ્રવૃત્તિઓ, ધૂળ ઘટાડવા અને અન્ય હેતુઓ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવા માટે લેવામાં આવેલા પગલાં અને નદીના પૂરના મેદાનને તેની ભૂતપૂર્વ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માટેના પગલાંનો પણ ઉલ્લેખ નથી.
NGTએ CPCBને રિપોર્ટમાં ઉલ્લેખિત તથ્યો અને આંકડાઓની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે ટ્રિબ્યુનલે કેસની આગામી સુનાવણી માટે 7 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.