રાજકોટ

રાજકોટમાં નમકીન બનાવતી ફેકટરીમાં આગઃ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે…

રાજકોટઃ રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં આગ લાગી છે. અહીંના નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર ગાડી ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો…જાણો રાજકોટની દીકરી સહજ વૈદ્યને સંયુક્ત રાષ્ટ્રએ શા માટે કરી આમંત્રિત

રાજકોટ જીલ્લામાં કુવાડના નડીક નાકરાવાડી પાસે ભીષણ આગ લાગી છે. સવારના 9.30 વાગ્યાથી આસપાસ આગ લાગ્યા બાદ વિકરાળ સ્વરૂપ આગે લીધું હતં. એકાદ કલાક કરતા વધારે સમયથી આગ બુઝાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે કોઈ જાનહાનિ થઈ હોવાનું હાલમાં જાણમાં આવ્યું નથી.

આ પણ વાંચો…Rajkot: ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે ખેલાયો ખૂની ખેલ, ભત્રીજાએ કૌટુંબિક કાકાનું ઢીમ ઢાળી દીધું

અહીંના કાચામાલને જંગી નુકસાન થયું છે અને આગ પણ બુઝાવવામાં સમય લાગી રહ્યો છે. આગ વિકરાળ હોવાથી તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાઈ રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button