ઇન્ટરનેશનલ

આઠ લાખથી વધુ ગેરકાયદે અફઘાનીને પાછા મોકલ્યા: પાકિસ્તાન…

પેશાવર: પાકિસ્તાનમાં ગેરકાયદે રીતે રહેતા અફઘાન નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા અવિરત ચાલી રહી છે અને ૨૦ માર્ચ સુધીમાં આઠ લાખથી વધુ લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ગેરકાયદે રીતે રહેતા વ્યક્તિઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને પાકિસ્તાન છોડવાની ૩૧ માર્ચની સમયમર્યાદા સુધી માત્ર ૧૦ દિવસ બાકી છે, ત્યારે સરકારે ૨૦ માર્ચ સુધીમાં આતંકવાદ અંગેની ચિંતાઓને કારણે ૮૭૪૨૮૨ અફઘાન લોકોને પરત મોકલ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Terror in Pakistan: જમીયત નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈની હત્યા, અજાણ્યા હુમલાખોરોએ કર્યો ગોળીબાર…

સરકારે ખાતરી આપી છે કે પ્રક્રિયા દરમિયાન કોઈ દુર્વ્યવહાર કરવામાં આવશે નહીં. અફઘાનિસ્તાન પાછા ફરનારાઓ માટે ખોરાક અને આરોગ્યસંભાળ સુવિધાઓની વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સમયમર્યાદા પસાર થયા બાદ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ ગુરુવારે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ બાકીના વિશ્વમાંથી અફઘાન શરણાર્થીઓને સ્વદેશ પરત આવવાનું આહ્વાન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button