ઇન્ટરનેશનલ

બોલો, યુકેમાં 22 વર્ષની યુવતીએ હોલીવુડના અભિનેતાને કરોડોમાં વેચી વર્જિનિટી, કારણ શું?

લંડન: યુકેની એક 22 વર્ષીય યુવતીએ ઓનલાઈન ઓક્શન દ્વારા એક હોલિવૂડની સ્ટારને વર્જિનિટી વેચીને ચર્ચાનો વિષય બની છે. અહેવાલ મુજબ માન્ચેસ્ટરની એક વિદ્યાર્થિની લૌરાએ ડિસેમ્બર 2024માં 18 કરોડ રૂપિયા (આશરે 1.7 મિલિયન યુરો)માં વર્જિનિટી વેચી હતી.

અહેવાલ મુજબ લોરા એક એસ્કોર્ટ એજન્સીને અરજી સબમિટ કરી હતી. ત્યાર બાદ એક વેબસાઈટ પર ઓક્શન શરુ કરવામાં આવ્યું હતું, મહિનાઓ સુધી બોલી લાગ્યા બાદ એક હોલીવુડ સ્ટાર તરફથી સૌથી મોટી બોલી લગાવવામાં આવી હતી.

તાજેતરમાં લોરાએ આ વાત જાહેર કરી છે. એક અહેવાલ મુજબ લોરાએ કહ્યું હતું કે તેને તેના નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. તેણે ફાઈનાન્શિયલ સિક્યોરિટી તરીકે પોતાની ચોઈસને યોગ્ય ઠેરવી હતી. લોરાએ કહ્યું હતું “મને એ વાતનો કોઈ અફસોસ નથી. ઘણી છોકરીઓ બદલામાં કંઈ મેળવ્યા વિના વર્જિનિટી ગુમાવે છે. એટલિસ્ટ મેં મારું ભવિષ્ય તો સુરક્ષિત કર્યું છે.”

આ પણ વાંચો : સુનિતા વિલિયમ્સના પતિ કોણ છે અને શું કરે છે, જાણો લવસ્ટોરી?

લોરાએ કહ્યું હતું કે મને એ વાતની ખુશી છે કે મેં આ નિર્ણય લીધો કારણ કે મેં ખૂબ જ તર્કસંગત નિર્ણય લીધો છે. એમ પણ મેં જેની સાથે વર્જિનિટી ગુનાવી હોત તેની સાથે લગ્ન થવાની શક્યતા ખૂબ જ ઓછી હતી.

22 વર્ષીય લોરાએ જણાવ્યું હતું કે આ ઓક્શનમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝ સહિત ઘણા પાવરફુલ વ્યક્તિઓએ રસ દાખવ્યો હતો. લોસ એન્જલસના એક પોપ્યુલર હોલીવુડ અભિનેતાએ હરાજી જીતી હતી. લંડન સ્થિત રાજકારણી અને દુબઈના એક ઉદ્યોગપતિએ પણ મોટી બોલી લગાવી હતી.

આ પછી, એક તારીખ નક્કી કરવામાં આવી. લૌરા એસ્કોર્ટ સાઇટની એક ટીમના સભ્ય સાથે લંડનની એક ફાઇવ સ્ટાર હોટેલમાં એક્ટરને મળવા ગઈ. કરારના ભાગ રૂપે લોરાએ એક્ટરની હાજરીમાં વર્જિનિટીની પુષ્ટિ માટે મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, આ બધું ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું, જેથી એક્ટરની ઓળખ સાબિત થાય નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button