ધોરણ 12 સાયન્સના પરિણામ પહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, આ વિષયમાં એક ગુણની લ્હાણી…

અમદવાાદઃ ગુજરાતમાં થોડા સમય પહેલા જ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, અત્યારે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના મુખ્ય વિષયોની આન્સર-કી જાહેર કરી દેવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરેલી આન્સર-કી પ્રામણે ધોરણ 12 સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં ગણિત અને હિન્દી માધ્યમમાં કેમિસ્ટ્રીના પેપરમાં એક એક પ્રશ્નમાં ભૂલ હોવાથી બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી કાયદાના ઉડ્યા લીરેલીરા, ભદ્રમાં પોલીસની હાજરીમાં જ થઈ ઝપાઝપી
આન્સર કીને લઈને કોઈ રજૂઆત હોય તો ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરવી
આ ઉપરાંત કેમિસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના પેપરમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા હોવાથી બંનેમાંથી ગમે તે વિકલ્પ લખ્યો હશે ગુણ અપાશે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કીને લઈને ઉમેદવારોને રજૂઆત હોય તો 24 માર્ચ સુધી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
કેમિસ્ટ્રી, ફિઝીક્સ, મેથ્સ અને બાયોલોજી વિષયની ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આન્સર કીને લઈને કોઈ રજૂઆત હોય તો 24 માર્ચ સુધીમાં બોર્ડને ઈ-મેઈલ દ્વારા રજૂઆત મોકલવાની રહેશે. શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆત માટે પ્રશ્નદીઠ રૂ. 500નું ચલણ ભરી જમા કરાવવાનું રહેશે. ઈ-મેઈલ સાથે ચલણની કોપી જોડવાની રહેશે, તે વગરની રજૂઆતો ધ્યાને લેવાશે નહીં
આ પણ વાંચો: Vibrant Gujarat સમિટ 2026માં કેમ નહીં યોજાય? જાણો શું છે કારણ…
છેલ્લા બે વર્ષમાં માત્ર 12% ખાનગી શાળાઓએ ફી વધારા માટે અરજી કરી
ગુરુવારે વિધાનસભામાં વિપક્ષ દ્વારા શાળાઓમાં વધતી જતી ફી અંગે સવાલ કર્યો હતો. પ્રધાને વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં, ગુજરાતની ફક્ત 12% ખાનગી શાળાઓએ ફી વધારા માટે અરજી કરી હતી, જ્યારે 88% એ સોગંદનામા દાખલ કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે તેમની શાળાઓમાં કોઈ ફી વધારો થયો નથી.
આ સાથે જો કોઈ શાળા ફીના ધારાધારણનું ઉલ્લંઘન કરે છે તેને સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. પ્રથમ ઉલ્લંઘન માટે રૂ. 5 લાખ સુધીનો દંડ, બીજા ઉલ્લંઘન માટે રૂ. 5 થી 10 લાખ સુધીનો દંડ અને ત્રીજા ઉલ્લંઘન માટે, શાળાની માન્યતા અને NOC રદ કરવામાં આવે છે