મનોરંજન

બ્રેકઅપની અફવાઓ વચ્ચે તમન્નાએ કરી હવે પર્સનલ લાઈફની વાત કે…

તમન્ના ભાટિયા અને વિજય વર્મા હાલમાં તેમના બ્રેકઅપની અફવાઓને લઈને ચર્ચામાં છે. અહેવાલોનું માનીએ તો અભિનેત્રી લગ્ન કરવા માંગતી હતી, પરંતુ અભિનેતા તેની કારકિર્દી પર ધ્યાન આપવા માંગતો હતો.

આ પણ વાંચો : Vijay Varma-Tamannaah Bhatiaનું થયું બ્રેકઅપ? બોલીવૂડની આ અભિનેત્રી છે કારણ…

આ મતભેદોને કારણે બંનેએ તેમના સંબંધોનો અંત લાવવાનું નક્કી કર્યું. જોકે, ઘણા આને માત્ર એક પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. દરમિયાન, તમન્ના ભાટિયાએ તાજેતરમાં તેના અંગત જીવન વિશે વાત કરી અને કહ્યું કે આ તેની ખાનગી બાબત છે અને તે કમ્ફર્ટેબલ હોય એટલું જ શેર કરે છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જ્યારે લોકો તેના વિશે વધુ જાણવા માંગે છે ત્યારે તે કેવી રીતે તેના અંગત જીવનને સુરક્ષિત રાખે છે. આના પર તમન્નાએ કહ્યું, “મને લોકોને મળવું ગમે છે, મને લોકો ગમે છે. હું લોકો સાથે ખુશીથી ફોટા પડાવું છું. આમ કરવું મને ગમે છે. મને અજાણ્યા લોકો સાથે વાત કરવાનું પસંદ છે.

તેણે કહ્યું હતું કે મને લાગે છે કે તે એક વિશેષ અનુભવ છે કારણ કે ત્યારે તમે ખુલીને વાતચીત કરી શકો છો. હું મારા અંગત જીવનને લઈને ખૂબ જ ખાનગી છું. મને જેટલું યોગ્ય લાગે તેટલું જ શેર કરું છું. મને આ વિશે કોઈ ફરિયાદ નથી.

આ પણ વાંચો : Tamannaah Bhatiaએ કહ્યું, આજ કી રાત હુસ્ન કા… યુઝર્સે કહ્યું આ તો…

તમને જણાવી દઈએ કે તમન્નાએ 2005માં ફિલ્મ ‘ચાંદ સા રોશન ચેહરા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધી 86 ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી જીવનના ઉતાર-ચઢાવને ખરેખર વિકાસ કરવાની તક માને છે. તે આ વળાંકોને તકો તરીકે જુએ છે અને તેના માટે આભાર માને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button