છુટું પડ્યું આ સેલિબ્રિટી કપલ, એલિમનીમાં ઈન્ડિયન ક્રિકેટર પત્નીને આપશે આટલી રકમ…

ટીમ ઈન્ડિયાના સ્પીનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ થઈ ગયા છે. 2020માં લગ્નબંધનમાં બંધાયેલું આ કપલ લગ્નના ચાર વર્ષ બાદ છૂટું પડી ગયું છે. મુંબઈના બાંદ્રા ફેમિલી કોર્ટમાં ચહલ અને ધનશ્રીનો કેસ ચાલી રહ્યો હતો અને બંનેના ડિવોર્સ પર આજે એટલે કે ગુરુવારે બપોરે કોર્ટનો ચુકાદો આવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ માઈકા કૉલેજમાં શા માટે ગયા હતા, જાણો વિગતે
મળતી માહિતી અનુસાર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી છુટાછેડા લીધા છે. સોશિયલ મીજિયા પર બંનેની મુલાકાત થઈ, આ મુલાકાત મિત્રતા અને બાદમાં પ્રેમમાં પરિણમતા 2020માં તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ આ સંબંધ જાજો ટક્યો નહીં અને ચાર વર્ષમાં જ બંને જણે છુટા પડવાનું નક્કી કરી લીધું. રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો ચહલે એલિમની તરીકે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા આપવા પડશે અને એમાંથી 2.37 કરોડ રૂપિયા તો તે પહેલાંથી જ આપી ચૂક્યો છે.

યુઝવેન્દ્રએ એક પોડકાસ્ટમાં ધનશ્રી અને તેની મુલાકાત કઈ રીતે થઈ હતી એ વિશે ખુલાસો કર્યો હતો અને બાદમાં કઈ રીતે વાત લગ્ન સુધી પહોંચી એ વિશે પણ જણાવ્યું હતું. 22મી ડિસેમ્બર, 2020માં બંને જણે ગુડગાંવમાં લગ્ન કરી લીધા પણ ધીરે ધીરે બંનેના સંબંધોમાં અંતર આવવા લાગ્યું. ચહલ અને ધનશ્રીએ કોર્ટને જણાવ્યું હતું કે 2022થી જ તેઓ બંને અલગ અલગ રહે છે.
ધનશ્રી અને ચહલ અલગ કેમ થયા એ વિશે તો કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી રહી. ધનશ્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના નામમાંથી ચહલ સરનેમ હટાવી દેતા બંને વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવા રિપોર્ટ આવવાનું શરુ થઈ ગયું હતું.
યુઝવેન્દ્રએ પણ થોડાક મહિલા પહેલાં ઈન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી સાથેના તમામ ફોટો ડિલીટ કરી નાખ્યા હતા, જોકે ધનશ્રીએ આવું કંઈ નહોતું કર્યું. ચહલના આ પગલાંને કારણે ફરી એક વખત બંનેના અલગ પડવાની વાતને જોર મળ્યું અને આખરે આ જ વર્ષે પાંચમી ફેબ્રુઆરીના બંને જણે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઈલ કર્યો હતો, જેના પર આજે ચૂકાદો આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ માઈકા કૉલેજમાં શા માટે ગયા હતા, જાણો વિગતે
યુઝવેન્દ્ર ચહલ લાંબા સમય સુધી આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યો હતો પરંતુ હવે તેની ટીમ બદલાઈ ગઈ છે. હવે આઈપીએલ-2025માં તે પંજાબ કિંગ્સ માટે રમતો જોવા મળશે. પંજાબની ટીમે ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.