ઔરંગઝેબની કબરનો વિવાદઃ 50 લોકોને કસ્ટડીમાં લેવાયા

નાગપુરઃ ઔરંગઝેબની કબરની સામે થયેલા વિરોધ પ્રદર્શન બાદ થયેલી હિંસાના એક દિવસ બાદ પચાસથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તથા નાગપુરના અમુક ભાગમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ હિંસા પૂર્વ નિયોજિત હોવાનો દાવો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.
ઔરંગઝેબનો ગુણગાણ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) ક્યારેય સહન કરશે નહીં અને નાગપુર હિંસા પૂર્વ નિયોજિત હોવાનો પણ દાવો કર્યો હતો. આ હિંસા પ્રકરણે અત્યાર સુધી પાંચ એફઆઇઆર નોંધવામાં આવી હોવાનું નાગપુર પોલીસ કમિશનર રવિન્દ્ર કુમાર સિંગલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: કમનસીબે, ઔરંગઝેબની કબરનું રક્ષણ કરવું પડશે, પણ તેમનું મહિમાગાન નહીં ચલાવી લેવાય: ફડણવીસનું ભિવંડીમાં નિવેદન
છત્રપતિ સંભાજીનગરમાંથી ઔરંગઝેબની કબર દૂર કરવાની માગણી સાથે જમણેરી સંસ્થાઓ દ્વારા સોમવારે સાંજે 7.30 કલાકે નાગપુરના ચિટનિસ પાર્ક ખાતેના મહાલ વિસ્તારમાં કરાયેલા વિરોધ પ્રદર્શન વખતે મુસ્લિમોનો પવિત્ર ગ્રંથ બાળી નાખવામાં આવ્યો હોવાની અફવાને કારણે હિંસા ભડકી ઊઠી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ હિંસામાં ઓછામાં ઓછા 34 પોલીસ જખમી થયા હતા. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. પૂરતો પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવ્યો હોવાનું નાગપુરના પાલક પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.