રાજકોટ

જાણો રાજકોટની દીકરી સહજ વૈદ્યને સંયુક્ત રાષ્ટ્રએ શા માટે કરી આમંત્રિત

Rajkot: ગુજરાતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાના પ્રતિભાને આગળ લઈ જઈ રહી છે, ત્યારે રાજકોટની એક દીકરીને સંયુક્ત રાષ્ટ્રનું આમંત્રણ મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા રાજકોટની દીકરી સહજ વૈદ્ય (Sahaj Vaidya)ને 25 માર્ચથી 30 માર્ચ સુધી જિનીવા (Geneva) ખાતે આયોજિત ગ્લોબલ ઇન એઆઈ ( Global in AI) કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કારણ કે આ વિષય પર સહજ વૈદ્યના પોસ્ટર પ્રસ્તુતિને એજન્સી દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

Also read: રાજકોટમાં જિલ્લાસ્તરે ભાજપમાં ‘વિખવાદ’: ‘લેટરબોમ્બ’થી રાજકારણમાં ગરમાવો

આંતરરાષ્ટ્રીય મહાનુભાવો અને પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન પણ આપશે

સહજે રાજકોટ સાથે સાથે ગુજરાત અને ભારતનું ગૌરવ પણ વધાર્યું છે. દિલ્હી સ્થિત ફર્મ માટે AI નીતિ સંશોધક તરીકે કામ કરતી સહજ UN પ્લેટફોર્મ પરથી વિશ્વભરના આંતરરાષ્ટ્રીય મહાનુભાવો અને પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન પણ આપશે. સહજ વૈદ્યે સાબિત કરી દીધું છે કે, દીકરીઓ પણ ટેક્નોલોજી ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરી શકે છે.

જિનીવા ખાતે પોસ્ટર રજૂ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આમંત્રણ

મીડિયા રિપોર્ટ પ્રમાણે સહજ સંયુક્ત રાષ્ટ્રની પ્રવૃત્તિઓને નજીકથી અનુસરતી આવી છે, આ જાન્યુઆરી મહિનામાં યોજાયેલી પોસ્ટર સ્પર્ધાની જાહેરાત વિશે ક્યાંક વાંચ્યું હશે. AI તેમના માટે રસનો વિષય હોવાથી, તેમણે મિલિટરીમાં AI પર પારદર્શિતા અને વિશ્વસનીયતાનો સારાંશ રજૂ કર્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસંદ કરવામાં આવ્યો, હવે જિનીવા ખાતે આ સહજને પોસ્ટર રજૂ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આમંત્રણ આપવામાં આવી છે. સહજે થીમ પર બે પોસ્ટર ડિઝાઇન કર્યા, જેમાંથી એકને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

દીકરીની સફળતાને લઈ પરિવારમાં ખુશીનો માહોલ

સહજ વૈદ્યના પિતા ડૉ. સમીર ગણિતના પ્રોફેસર છે, જો કે, અત્યારે તેઓ નિવૃત થયેલા છે. પોતાની દીકરીને યુએનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જવાની છે તેનાથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે. સહજ જે પોસ્ટર માટે ડિઝાઈન તૈયાર કરી છે તેને યુએનના નિયમો અનુસાર, સહજ પોસ્ટર્સ રજૂ ન થાય ત્યાં સુધી સાર્વજનિક રૂપે શેર કરી શકે નહી. પરંતુ તે આ આમંત્રણને લઈને ખૂ જ ખુસીનો અહેસાસ કરી રહી છે. સહજ વૈદ્ય સંયુક્ત પરિવારમાં રહે છે.

Also read: વડોદરા પછી હવે રાજકોટમાં બેફામ કારચાલકે ચારને કચડી નાખ્યા, એકનું મોત, એક ગંભીર…

યુદ્ધના સમયે AI ના ઉપયોગ પર પારદર્શિતા અને વિશ્વસનીયતાની હિમાયત કરી

સહજ વૈદ્યએ લશ્કરી કામગીરીમાં ખાસ કરીને જ્યારે દેશો યુદ્ધમાં હોય ત્યારે AI ના ઉપયોગ પર પારદર્શિતા અને વિશ્વસનીયતાની હિમાયત કરી છે. સહજની પ્રસ્તુતિ દ્રશ્ય વિશ્લેષણમાં નૈતિક પ્રથાઓ, આગાહી પરિણામો અને યુદ્ધ તકનીકોમાં અદ્યતન દેશો દ્વારા ઉપયોગમાં લેવાતા મોટા ભાષા મોડેલો પર પ્રકાશ પાડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button