ગુજરાત જાયન્ટ્સની કાશ્વી છે હાર્દિકની બિગ ફૅન, બૅટ પર લખાવ્યું છે…

મુંબઈઃ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે જાણીતી મહિલાઓની આઇપીએલમાં ગુરુવારે ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહેલી ગુજરાત જાયન્ટ્સ (જીજી) ટીમની પેસ બોલર કાશ્વી ગૌતમ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ના કૅપ્ટન હાર્દિક પંડ્યાની બિગ ફૅન છે અને એનો પુરાવો કાશ્વીએ બે દિવસ પહેલાં ખુદ હાર્દિકને તેની સાથેની વાતચીત દરમ્યાન કરાવ્યો હતો. હાર્દિક પંડ્યાનો જર્સી નંબર 33 છે અને કાશ્વીએ પોતાના બૅટ પર HP33' એટલે કે
હાર્દિક પંડ્યા 33′ લખાવ્યું છે જેની વાત ખુદ કાશ્વીએ હાર્દિકને કરી હતી.
ગુરુવારે ચર્ચગેટ ખાતેના બ્રેબર્ન સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સની મુંબઈ ઇન્ડિયન્સ સામે એલિમિનેટર મૅચ રમાઈ હતી જેમાં મુંબઈની ટીમ જીતી જતાં ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને ગુજરાતની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
આપણ વાંચો: વિમેન્સ પ્રીમિયર લીગ આરસીબીએ ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું, મેળવી સતત બીજી જીત
જોકે એ મૅચ પછી હાર્દિક મેદાન પર મહિલાઓની મુંબઈ ઇન્ડિયન્સ ટીમની ખેલાડીઓને મળવા આવ્યો હતો અને ગુજરાત જાયન્ટ્સ ટીમની મહિલા ખેલાડીઓને પણ મળ્યો હતો. હાર્દિક જ્યારે ગુજરાત જાયન્ટ્સની કાશ્વીને મળ્યો ત્યારે કાશ્વી તેના આ હીરોને મળીને બેહદ ખુશ થઈ ગઈ હતી.
કાશ્વીએ મુંબઈ સામેની ગુરુવારની મૅચમાં 77 રન બનાવનાર મુંબઈની હૅલી મૅથ્યૂઝની મહત્ત્વની વિકેટ લીધી હતી.
મેદાન પરની મુલાકાત દરમ્યાન કાશ્વીએ હાર્દિકને કહ્યું, સર, હું તમારી બિગ ફૅન છું.'
હાર્દિકે તેને પૂછ્યું,
સબ બઢિયા?’ કાશ્વીએ જવાબમાં કહ્યું, જી હાં, બહુત બઢિયા.' હાર્દિકે તેને પૂછ્યું,
ડબ્લ્યૂપીએલ કા સીઝન કૈસા રહા?’ કાશ્વીએ જવાબમાં કહ્યું, બહુત અચ્છા રહા.'
દરમ્યાન, ગુજરાત જાયન્ટ્સની જ ભારતીય ખેલાડી હરલીન દેઓલ ત્યાં આવી હતી અને ભારતના અને મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિકને શુભેચ્છા આપી હતી. દેઓલે પણ હાર્દિકને કહ્યું હતું કે
સર, આ કાશ્વી તમારી બિગ ફૅન છે અને તમારી જ નકલ કરતી રહેતી હોય છે.’
આપણ વાંચો: વિમેન્સ પ્રીમિયર લીગઃ RCBએ ગુજરાત જાયન્ટસને 8 વિકેટે હરાવ્યું, સતત બીજી જીત
હાર્દિકે કાશ્વીને પૂછ્યું, તુમ બૅટિંગ ભી કરતી હો?' કાશ્વીએ જવાબમાં કહ્યું,
હાં, બૅટિંગ ભી કરતી હૂં.’
દેઓલ વચ્ચે પડીને બધાને હસાવતાં બોલી, ઇસને (કાશ્વીને) બૅટ પે HP33 લિખવાયા હૈ.' હાર્દિકે કાશ્વીને પૂછ્યું,
કૌન સે વેઇટવાલા બૅટ યુઝ કરતી હો?’ કાશ્વીએ કહ્યું, 1100.' હાર્દિકે તેને કહ્યું,
તને મળીને ખૂબ આનંદ થયો. ગુડ લક.’
હાર્દિકને મળીને કાશ્વી ખૂબ રોમાંચિત થઈ હતી અને આનંદના અતિરેકમાં સાથી ખેલાડીઓને ભેટી હતી.