આમચી મુંબઈ

૪૨૩ કિલોમીટર રસ્તામાંના ૫૦ ટકાનું કૉંક્રીટીકરણનું કામ પૂરું કર્યું સુધરાઈએ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મુંબઈના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે. લગભગ ૫૦ ટકા કામ થઈ ગયું છે ત્યારે રસ્તાઓ પર અનેક જગ્યાએ તિરાડો પડી હોવાની ફરિયાદો આવી રહી હતી, તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આઈઆઈટી-બોમ્બેની થર્ડ પાર્ટી ઓડિટ માટે અને સતત દેખરેખ માટે નિમણૂક કરી છે. આ ઉપરાંત દિવસના સમયે રહેતા ઊંચા તાપમાનને કારણે રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું કામ રાતના સમયે કરવામાં આવી રહ્યું છે અને પાલિકાના એન્જિનિયરોને રાતના સમયે શિફ્ટમાં સાઈટ પર હાજર રહેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી કરીને રસ્તાનાં કામમાં કોઈ પણ સમસ્યા આવે તો તાત્કાલિક તેનું નિરાકરણ લાવી શકાય.

Also read : ઘાટકોપરના નાગરિકોને આગામી ૧૦ દિવસ પાણી ઉકાળીને પીવાની બીએમસીની સલાહ

પાલિકા દ્વારા હાલ ૪૩૩ કિલોમીટરના ૧,૧૭૩ રસ્તાઓના કૉંક્રીટીકરણના કામ કરવામાં આવી રહ્યા છે, જેમાં પહેલા તબક્કામાં ૨૬૦ રસ્તાઓનાં કામ પૂરાં થયાં છે અને બીજા તબક્કામાં ૪૯૩ રસ્તાનાં કામ ચાલી રહ્યા છે. ચોમાસાના આગમન અગાઉ જ પહેલા તબક્કાના ૩૨૪ કિલોમીટરના રસ્તાઓના કૉંક્રીટીકરણના કામ પૂરા કરવાનું પાલિકાનું લક્ષ્યાંક છે. જોકે રસ્તાના કામની ગુણવત્તા બાબતે અનેક ફરિયાદો આવી રહી છે.

તેથી આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તાજેતરમાં આઈઆઈટી બોમ્બે, પવઈ ખાતે પાલિકાના એન્જિનિયરો માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રસ્તાના કામની ગુણવત્તા સુધારવા, કામમાં આવી રહેલા પડકારોને દૂર કરવા તથા એન્જિનિયરોની આવતી સમસ્યાઓને બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ વર્કશોપમાં ૩૦૦થી વધુ એન્જિનિયરોએ ભાગ લીધો હતો.

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે આ વર્કશોપમાં એન્જિનિયરોને સંબોધતા કહ્યું હતું કે કોઈ પણ પ્રોજેક્ટના અમલમાં ગુણવત્તા અથવા ટેક્નિકલ ખામીઓ ટાળવા માટે એન્જિનિયરોએ સતર્ક રહેવું આવશ્યક છે. રસ્તાઓનાં બાંધકામ દરમ્યાન એન્જિનિયરોએ સાઈટ પર રહેવાનું ફરજિયાત રહેશે. કામ ચોમાસા પહેલા કરવાનું હોવાથી ઝડપથી કરવાના ચક્કરમાં કામની ગુણવત્તાને અસર થાય નહીં તેના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રાતના સમયે તાપમાન ઓછું હોવાાથી કૉંક્રીટાઈઝેશનના કામ રાતના સમયે કરવામાં આવી રહ્યા છે. તેથી રાતની શિફટમાં જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરોએ સાઈટ પર રહેવાનું ફરજિયાત રહેેશે.

Also read : સ્ટ્રીટ ફૂડ માટે વિશ્વમાં જાણીતા મુંબઈ માટે બેસ્વાદ સમાચારઃ રેંકિગમાં આટલું નીચે પટકાયું

આઈઆઈટી બોમ્બેના ડેપ્યુટી ડાયરેકટર ડૉ.કે.વી.કૃષ્ણરાવે રસ્તાનું આયુષ્ય વધારવા માટે રસ્તા પર યોગ્ય જોઈન્ટ સ્પેસ અને તિરાડોને રોકવા માટે સમયસર સાંધામાં રહેલા વધારાના અંતરને કારણે, હલકા અને ભારે વાહનોને ધ્યાનમાં રાખીને કઈ ટેક્નોલોજીને અમલમાં લાવવી જોઈએ તેના પર ભાર મૂક્યો હતો. તેમણે પેવમેન્ટ ક્વોલિટી કૉંક્રીટ (પીક્યુસી)ના ઉપરના ભાગ પર અસરકારક ટેક્સયરિંગ કરવાથી વાહનોના ટાયર પકડ વધારે છે. રસ્તા પરથી પાણી સરળતાથી નીકળી જાય છે અને રસ્તાનું આયુષ્ય વધે છે. તેમણે રસ્તાની ગુણવત્તા માટે જુદી જુદી ટેસ્ટ પર પણ ભાર મૂક્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button